________________
૨૮૭
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૮૨ અનંતા ભાગ કરીને એક અનંતમો ભાગ રાખી, બાકીના અનંતા ભાગોનો નાશ કરે છે અને શુભ પ્રકૃતિઓના રસને અશુભમાં સંક્રમાવીને અનંતા ભાગોનો નાશ કરે છે એક અનંતમો ભાગ બાકી રાખે છે.
(૪) ચોથા સમયે આંતરામાં આત્મપ્રદેશો લંબાવે છે. એટલે કે ત્રીજા સમયે આત્મપ્રદેશોનો જે એક અસંખ્યાતમો ભાગ બાકી રાખ્યો છે. તેના પણ બુદ્ધિથી અસંખ્યાતા ભાગો કરીને શરીર પ્રમાણ એક અસંખ્યાતમો ભાગ આત્મપ્રદેશોનો શરીરની અંદર બાકી રાખીને શેષ તમામ અસંખ્યાતા ભાગો પ્રમાણ આત્મપ્રદેશોને બહાર કાઢીને તથા પ્રતરાકારે (મળ્યાનાકારે) બનેલા આત્મપ્રદેશોમાંથી પણ બહુ બહુ આત્મપ્રદેશોને બહાર કાઢીને વિદિશામાં રહેલા ખુણાઓમાં આ આત્મપ્રદેશોને ફેલાવે છે. જેના કારણે કેવલી સમુદ્યાતના આ ચોથા સમયે તે કેવલીભગવાનનો આત્મા ૧૪ રાજલોક પ્રમાણ આ લોકાકાશમાં સર્વત્ર વ્યાપી જાય છે. સર્વવ્યાપક બને છે. એટલે કે લોકાકાશના એક એક આકાશપ્રદેશમાં આ ભગવાનના આત્માનો એક એક આત્મપ્રદેશ ફેલાયેલો થાય છે.
આ ચોથા સમયે પણ પૂર્વે કહ્યા પ્રમાણે જ સ્થિતિના અસંખ્યાતા ભાગ કરીને અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે. અને એક અસંખ્યાતમા ભાગને રાખે છે. રસના અનંતા ભાગ કરી એક ભાગ રાખી અનંતાનો નાશ કરે છે. પુણ્યપ્રકૃતિઓનો રસ પાપપ્રકૃતિઓમાં સંક્રમાવીને નાશ કરે છે. આમ આવા પ્રકારના સ્થિતિઘાત અને રસઘાત વેદનીયાદિ ૩ કર્મોના થાય છે. આ ચોથા સમયે વેદનીયાદિ ૩ કર્મોની સ્થિતિ અંતર્મુહૂર્તની જ માત્ર બાકી રહે છે. તો પણ આયુષ્યકર્મના અંતર્મુહૂર્તથી સંખ્યાતગણી મોટી હોય છે.
(૫) પાંચમા સમયે આંતરામાંથી આત્મપ્રદેશોને સંહરી લે છે. એટલે કે ચારે ખુણામાં ફેલાયેલા આત્મપ્રદેશોને પાછા લાવીને એટલે તેટલો ભાગ સંકોચીને પ્રતરગત આત્મપ્રદેશોમાં ભેળવીને પ્રતિરસ્થ (મળ્યાનસ્થ થાય છે. આ સમયે પણ સ્થિતિના અસંખ્યાત ભાગ કરવા વડે, અને અશુભના રસના અનંતા ભાગ કરવા વડે, તથા શુભના રસને અશુભમાં સંક્રમાવીને નાશ કરવા વડે એક-એક સમયના કાલવાળા સ્થિતિઘાત અને રસઘાત કરે છે. આ કેવલી સમુઘાતમાં ૧ થી ૫ (એકથી પાંચ) સમયમાં જે સ્થિતિઘાત અને રસઘાત કર્યા, તે એક-એક સમયમાં જ કર્યા હોવાથી શાસ્ત્રોમાં તેને એકસામયિક કંડક કહેવાય છે. તે પાંચ સમય સુધી જ કરે છે.
હવે છઠ્ઠા સમયે જે સ્થિતિઘાત-રસઘાત શરૂ કરશે તે એક સમયમાં સમાપ્ત કરશે નહીં. અંતર્મુહૂર્તે પૂરો કરશે. સાતમા-આઠમા આદિ સમયોમાં નવો સ્થિતિઘાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org