________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૮૨
૨૮૧ બારમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી જાય છે. તે સમયે આ જીવ સર્વાપવર્તના નામના કરણ વડે જ્ઞાનાવરણીય કર્મ ૫, અંતરાયકર્મ ૫, અને દર્શનાવરણીય કર્મ ૬ એમ કુલ ૧૬ કર્મોની સ્થિતિસત્તાનો ઘાત કરીને બારમા ગુણઠાણાના બાકી રહેલા કાલ પ્રમાણ કરે છે. ફક્ત તેમાં નિદ્રાદ્ધિકની સ્થિતિસત્તા નિદ્રાપણે બારમાના ઉપાજ્ય સમય સુધી રહે તેવી ૧ સમયજૂન, અને કર્મપણે ચક્ષુદર્શનાવરણીયાદિમાં સંક્રમી છતી બારમાના ચરમસમય સુધી રહે તેવી બારમાના કાલતુલ્ય કરે છે. હજુ બારમું ગુણસ્થાનક અંતર્મુહૂર્તકાલ પ્રમાણ શેષ હોય છે.
બારમા ગુણઠાણાના સંખ્યાતા ભાગ જાય અને એક સાતમો ભાગ બાકી રહે, ત્યારે જ્ઞાનાવરણીયાદિ ૧૬ કર્મપ્રકૃતિઓની સર્વોપવર્તન કર્યા પછી તેના સ્થિતિઘાતાદિ હવે આ જીવ કરતો નથી. પરંતુ નામ-ગોત્ર અને વેદનીયકર્મના સ્થિતિઘાતાદિ હજુ ચાલુ જ રહે છે. ૧૪ કર્મ પ્રવૃતિઓને તો ફક્ત ઉદય-ઉદીરણા વડે જ અને નિદ્રાદિકને સંક્રમ વડે ભોગવતો ભોગવતો આ જીવ બારમા ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી જાય છે. (અહીં ૧૬માંથી ૧૪નો જ ઉદય અને ઉદીરણા હોય છે. એમ જાણવું. નિદ્રાદિકને સિબૂકસંક્રમથી ૪ દર્શનાવરણીયમાં સંક્રમાવીને નાશ કરે એમ જાણવું. કારણ કે ગ્રંથકારના મતે બારમે નિદ્રાનો ઉદય નથી. અન્યના મતે છે.) ત્યાર પછીના સમયે ઉદીરણા અટકી જાય છે. કારણ કે ઉદયવતી ૧૪નું કર્મદલિક હવે એક આવલિકા માત્ર જ બાકી છે. તેને કેવલ એકલા ઉદય વડે ભોગવીને નાશ કરતા કરતા આ મહાત્મા બારમાના દ્વિચરમ સમય સુધી જાય છે. ત્યાં નિદ્રાદ્ધિક સ્તિબૂક સંક્રમ વડે દર્શનાવરણીય ચારમાં સર્વથા સંક્રમી જવાથી તેની સત્તાનો સર્વથા નાશ થાય છે અને બાકીની ૧૪ પ્રકૃતિઓનો બારમાના ચરમસમયે સર્વથા નાશ થાય છે. આ જ હકીકત હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી કહે છે. તે ૮૧ ||
खीणकसायदुचरिमे, निदं पयलं च हणइ छउमत्थो । आवरणमंतराए, छउमत्थो चरिमसमयम्मि ॥ ८२ ॥ क्षीणकषायद्विचरमे, निद्रां प्रचलां च हन्ति छद्मस्थः । आवरणमन्तरायान् छद्मस्थश्चरमसमये ।। ८२ ॥
ગાથાર્થ - છઘસ્થ એવા આ મહાત્મા ક્ષીણકષાયના કિચરમસમયે નિદ્રા અને પ્રચલાનો નાશ કરે છે અને બારમાના ચરમસમયે આવરણ (એટલે જ્ઞાનાવરણીય ૫, અને દર્શનાવરણીય ૪ એમ) ૯ નો અને અંતરાય પાંચનો નાશ કરે છે. તે ૮૨ //.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org