________________
૨૮૨ ગાથા : ૮૨
છઠ્ઠો કર્મગ્રંથ વિવેચન - આ ગાથા પણ મૂલ સપ્તતિકાની નથી. તેની ચૂર્ણિમાં અને વૃત્તિમાં વિવેચનરૂપે જ લખી છે. બારમાના દ્વિચરમસમયે નિદ્રાદ્ધિકનો અને ચરમસમયે ૧૪ નો ક્ષય કરીને આ મહાત્મા તેરમા સયોગી ગુણઠાણે આરોહણ કરે છે અને ઘનઘાતી ૪ કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી સર્વજ્ઞ-સર્વદર્શી બને છે. અર્થાત્ કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રાપ્ત કરે છે. કેવલી થયેલા આ ભગવાન લોક-અલોકને તથા તેમાં રહેલાં સર્વ દ્રવ્યોને અને તેના સૈકાલિક સર્વ પર્યાયોને સાક્ષાત્ જાણનારા અને સાક્ષાત જોનારા બને છે.
આ સમયે જો તીર્થંકર પરમાત્મા હોય તો તેઓને તીર્થંકર નામકર્મનો ઉદય પણ શરૂ થાય છે. તેથી તેઓને તીર્થકર કેવલી કહેવાય છે અને તીર્થકર નામકર્મ પૂર્વે બાંધેલું ન હોય એટલે તીર્થકર થવાના ન હોય તો તેઓને “સામાન્યકેવલી” કહેવાય છે. આ ગુણઠાણે આવેલા અને કેવલજ્ઞાની-કેવલદર્શની બનેલા મહાત્માઓ મન, વચન અને કાયાના યોગની પ્રવૃત્તિવાળા છે એટલે “સયોગી કેવલી” કહેવાય છે. ધર્મદેશનાદિના કાલે વચનયોગની પ્રવૃત્તિ, ગામાનુગામ વિહાર તથા આહારાદિના કાલે કાયયોગની પ્રવૃત્તિ હોય છે. તથા મનની પ્રવૃત્તિની બાબતમાં દ્રવ્યમાન હોય છે. પણ ભાવમન હોતું નથી. સ્વયં સર્વજ્ઞ-સર્વદર્શી હોવાથી ચિંતન-મનન કરવા સ્વરૂપ મતિજ્ઞાનાત્મક ભાવમન આ મહાત્માઓને હોતું નથી. પરંતુ મન:પર્યવજ્ઞાની આદિઓએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા રૂપે મનોવર્ગણાને ગ્રહણ કરવા સ્વરૂપ દ્રવ્યમાન હોય છે.
દૂર દૂર દેશમાં રહેલા મન પર્યવજ્ઞાનીઓએ અને અનુત્તરવાસી દેવોએ પૂછેલા પ્રશ્નોને પોતે તો કેવલજ્ઞાન-કેવલદર્શનથી જાણી લે છે. પરંતુ તેના ઉત્તરો પ્રશ્ન પૂછનારા મન:પર્યવજ્ઞાનીને અને અનુત્તરવાસીને ત્યાં કેવી રીતે પહોંચાડે ? તે માટે આવા ઉત્તરો આપવા સારૂ જ સંજ્ઞી પંચેન્દ્રિય હોવાથી અને પૂર્વે મન:પર્યાપ્તિ કરેલી હોવાથી મનોવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિ છે. તે માટે તે વર્ગણાને ગ્રહણ કરીને, તેને મનપણે પરિણાવીને પ્રશ્નોના ઉત્તરરૂપે ગોઠવે છે. આ ગોઠવાયેલાં મનોવર્ગણાનાં પુદ્ગલોને તે તે જ્ઞાનીઓ પોતાના મન:પર્વજ્ઞાનથી અને અવધિજ્ઞાનથી, રૂપી હોવાના કારણે અને આ બને જ્ઞાનોની તેવા પ્રકારની વિશિષ્ટ શક્તિ હોવાના કારણે સાક્ષાત્ દેખે છે. પુગલોના તેવા તેવા આકારને દેખીને પ્રશ્રકારો સચોટ અનુમાન લગાવે છે અને અનુમાન દ્વારા યથોચિત ઉત્તરને જાણે છે. આ રીતે ઉત્તર આપવા રૂપે મનોવર્ગણાનું બનેલું દ્રવ્ય મન આ મહાત્માઓને હોય છે. આમ મન, વચન અને કાયાની પ્રવૃત્તિવાળા હોવાથી સયોગીકેવલી કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org