________________
૧૬
ગાથા : ૧૦
છઠ્ઠો કર્મગ્રંથ આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી ઉપશમશ્રેણીમાં સૂમસં૫રાય સુધી અને ક્ષપકશ્રેણીમાં નવમાના પહેલા ભાગ સુધી ૪નો બંધ, ૪નો ઉદય, નવની સત્તા (૪ - ૪ - ૯) આ ભાંગો સર્વે આચાર્યોના મતે ઘટે છે. પરંતુ ૪નો બંધ, પનો ઉદય, ૯ની સત્તા (૪ - ૫ - ૯) આ ભાંગો ઉપશમશ્રેણીમાં બધાના મતે ઘટે છે. પરંતુ ક્ષપકશ્રેણીમાં તો નિદ્રાનો ઉદય માનનારાના મતે જ ઘટે છે. અન્યના મતે નહીં.
તથા ક્ષપકશ્રેણીમાં નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના ચરમ સમયે થીણદ્વિત્રિકની સત્તાનો ક્ષય થવાથી નવમાના બીજા ભાગથી સૂમસં૫રાય સુધી ચારનો બંધ, ચારનો ઉદય અને છની સત્તા (૪ - ૪ - ૬) આ ભાંગો સર્વે આચાર્યોના મતે ઘટે છે. ગ્રંથકારે પણ “વડવંધુ, છત્ની ૨' આ છેલ્લા પદમાં આ ભાંગો માનેલો છે. પરંતુ નિદ્રાના ઉદયવાળો (૪ - ૫ - ૬) આ ભાંગો ગ્રંથકારે કહેલો નથી. તેથી નિદ્રાનો ઉદય માનનારા આચાર્યોના મતે ચારનો બંધ, પાંચનો ઉદય અને છની સત્તા (૪ - ૫ - ૬) આ ભાંગો નવમે - દસમે સંભવે છે. પરંતુ ક્ષપકશ્રેણીમાં નિદ્રાનો ઉદય ન માનનારાના મતે (૪ - ૫ - ૬) આ ભાંગો ઘટતો નથી. અહીં “છત્ન' આવું જે મૂલપદ છે. ત્યાં અંશ શબ્દનો અર્થ સત્કર્મ - અર્થાત્ સત્તા એવો કરવો. ચૂર્ણિમાં કહ્યું છે કે – “સંસ રૂતિ સંતાં મારૂ
આ પ્રમાણે દર્શનાવરણીય કર્મના ૧ થી ૧૦ ગુણસ્થાનકોમાં કુલ સ્વમતે ૭. અને નિદ્રાનો ઉદય માનનારાના મતે ૮ ભાંગા સમજાવ્યા. હવે પછીની ગાથામાં અગિયારમે, બારમે ગુણઠાણે દર્શનાવરણીયકર્મના જે બીજા ભાંગા થાય છે તે બતાવશે. | ૯ |
उवरयबंधे चउ पण, नवंस चउरुदय छच्च चउ संता । वेयणियाऽऽउयगोए, विभज मोहं परं वोच्छं ॥ १० ॥ उपरतबन्धे चतस्त्रः पञ्च, नवांशाश्चतसृणामुदये षट् च चतस्रस्सत्यः । वेदनीयायुर्गोत्राणि विभज्य मोहं परं वक्ष्ये ।। १० ।।
ગાથાર્થ - દર્શનાવરણીય કર્મનો બંધ અટક્યા પછી ચાર અથવા પાંચ પ્રકૃતિઓ ઉદયમાં અને નવ પ્રકૃતિઓ સત્તામાં હોય છે તથા ચારના ઉદયમાં છની અને ચારની સત્તા હોય છે. હવે વેદનીયકર્મ, આયુષ્યકર્મ અને ગોત્રકર્મ કહીને ત્યારબાદ મોહનીયકર્મ કહીશું. / ૧૦ /.
વિવેચન - દર્શનાવરણીય કર્મનો બંધ ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી જ થાય છે. ત્યાં સુધીના ભાંગા નવમી ગાથામાં સમજાવ્યા. હવે બંધ વિરામ થયા પછી અગિયારમા ગુણસ્થાનકે દર્શનાવરણીય કર્મનો બંધ નથી પણ ઉદય ચાર અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org