________________
ગાથા : ૭૯-૮૦
૨૭૬
છઠ્ઠો કર્મગ્રંથ કાલે ગુણસંક્રમથી સંજ્વલનની બીજી સ્થિતિમાં સંક્રમાવે છે. એટલે કે કિટ્ટીરૂપે પરિણામ પમાડે છે. આ રીતે કરતાં કરતાં બીજી સ્થિતિમાંથી પ્રથમ કિટ્ટી લાવીને જે પ્રથમ સ્થિતિરૂપે કરીને વેદાય છે. તેની એક આવલિકા બાકી રહે ત્યાં સુધી જાય છે.
ત્યાર બાદ સંજ્વલન ક્રોધની બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્ટીકત દલિકને અપવર્તનો કરણ દ્વારા આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપે કરે છે અને વેદે છે. અને તેની સાથે પ્રથમ કિટ્ટીકૃત કર્મદલિકોની જે એક આવલિકા પ્રમાણ સ્થિતિ બાકી રહી છે. તેને બીજી કિટ્ટીનું પ્રથમ સ્થિતિમાં લાવેલું જે કર્મદલિક છે. તેમાં સ્તિબૂકસંક્રમથી સંક્રમાવે છે. આ રીતે બીજી કિટ્ટીને વેદતાં વેદતાં આ જીવ ત્યાં સુધી જાય છે કે તેની પણ એક આવલિકા બાકી રહે. ત્યાર બાદ સંજ્વલન ક્રોધની બીજી સ્થિતિમાં રહેલી ત્રીજી કિટ્ટીકત કર્મલિકને અપવર્તનાકરણ વડે ત્યાંથી આકર્ષાને પ્રથમ સ્થિતિરૂપે કરે છે અને વેદે છે. તેની સાથે બીજી કિટ્ટીની વધેલી એક આવલિકા પ્રમાણ સ્થિતિને સિબૂક સંક્રમથી તેમાં સંક્રમાવીને ભોગવી લે છે.
આ રીતે ત્રીજી કિટ્ટીનું પ્રથમ સ્થિતિરૂપે કરાયેલું કર્મદલિક ભોગવતો ભોગવતો આ જીવ ત્યાં સુધી આગળ જાય છે કે તે ત્રીજી કિટ્ટીની પણ એક આવલિકા બાકી રહે. તે જ સમયે સંજવલન ક્રોધના બંધ-ઉદય અને ઉદીરણા એકી સાથે વિચ્છેદ પામે છે. નવમા ગુણઠાણાનો બીજો ભાગ પણ પૂર્ણ થાય છે. તે કાલે સંજ્વલન ક્રોધનું પહેલી સ્થિતિમાં ત્રીજી કિટ્ટીનું લાવેલું કર્મલિક એક આવલિકા પ્રમાણ, અને બીજી સ્થિતિમાં છેલ્લા કાલમાં બાંધેલું ૧ સમયજૂન ર આવલિકા પ્રમાણ બાકી રહે છે. તે વિનાનું બાકીનું બધું જ ક્રોધનું કર્મલિક ક્ષીણ થયેલું જાણવું.
જ્યારે સંજવલન ક્રોધની બીજી સ્થિતિમાંથી પહેલી-બીજી-અને ત્રીજી કિટ્ટી લવાતી હતી, પ્રથમ સ્થિતિરૂપે કરાતી હતી અને તે ત્રણે કિટ્ટીઓ ઉદયથી ભોગવાતી હતી. ત્યારે આ જીવ બીજી સ્થિતિમાંથી કર્મદલિકોને ગુણસંક્રમ વડે પ્રતિસમયે અસંખ્યાત ગુણાકારે માનમાં સંક્રમાવે પણ છે. આ રીતે નવમાં ગુણઠાણાના બીજા ભાગના ચરમસમયે જીવ જ્યારે આવે છે ત્યારે સંજ્વલન ક્રોધનાં બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ પામે છે અને પ્રથમ સ્થિતિમાં એક આવલિકા અને બીજી સ્થિતિમાં ૧ સમયગૂન બે આવલિકા માત્ર કર્મદલિક ક્રોધનું બાકી રહે છે બાકીનો તમામ ક્રોધ ક્ષય થયેલો છે. માત્ર આટલી જ સત્તા બાકી રહે છે.
ત્યારબાદ નવમા ગુણઠાણાના ત્રીજા ભાગના પ્રથમ સમયે સંજ્વલન માનની બીજી સ્થિતિમાં રહેલી પ્રથમ કિટ્ટીને અપવર્તના કરણ વડે આકર્ષીને પ્રથમ સ્થિતિ રૂપે કરે છે અને ઉદયથી ભોગવે છે. એ જ પ્રમાણે પછી બીજી કિટ્ટીને અને પછી ત્રીજી કિટ્ટીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org