________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૮૧
૨૭૭
લાવીને પ્રથમ સ્થિતિરૂપે કરે છે અને ઉદયથી ભોગવે છે. તે કાલે સંજ્વલન ક્રોધની પહેલી સ્થિતિમાં ત્રીજી કિટ્ટીની વધેલી આવલિકાને માનની પ્રથમ સ્થિતિરૂપે કરાયેલી કિટ્ટીમાં સ્તિબૂક સંક્રમથી સંક્રમાવે છે. આ રીતે તેનો નિકાલ કરે છે અને બીજી સ્થિતિમાં ૧ સમયન્યૂન ૨ આવલિકા પ્રમાણ જે કર્મદલિક વધેલું છે. તેને ગુણસંક્રમથી માનની બીજી સ્થિતિમાં સંક્રમાવી દે છે. આ પ્રમાણે માન-માયા-લોભમાં પણ જાણવું.
આ રીતે પહેલી કિટ્ટીની વધેલી આવલિકાને બીજી કિટ્ટીમાં, બીજી કિટ્ટીની વધેલી આવલિકાને ત્રીજી કિટ્ટીમાં, અને ત્રીજી કિટ્ટીની વધેલી એક આવલિકાને ક્રોધની માનમાં, માનની માયામાં, માયાની લોભમાં સંક્રમાવે છે. તથા ચારે કષાયોની બીજી સ્થિતિમાં બંધવિચ્છેદના કાલમાં બાંધેલ જે ૧ સમયન્યૂન ૨ આવલિકાકાલ પ્રમાણ કર્મદલિક રહે છે. તે પણ ગુણસંક્રમથી ક્રોધનું માનમાં, માનનું માયામાં અને માયાનું લોભમાં સંક્રમાવે છે. આ જ હકીકત ગ્રંથકારશ્રી હવે પછીની ગાથામાં જણાવે છે. ॥ ૭૯-૮૦ ||
पुरिसं कोहे कोहं, माणे माणं च छुहइ मायाए । मायं च छुहइ, लोहे लोहं सुहुमं पि तो हाइ ।। ८१ ।।
पुरुषं क्रोधे क्रोधं, माने मानं च क्षिपति मायायाम् ।
मायां च क्षिपति लोभे, लोभं सूक्ष्ममपि तस्माद् हन्ति ।। ८१ ।।
ગાથાર્થ - વધેલા પુરુષવેદને સંજ્વલન ક્રોધમાં, ક્રોધને માનમાં, માનને માયામાં, અને માયાને લોભમાં સંક્રમાવે છે ત્યાર બાદ લોભને સૂક્ષ્મ સૂક્ષ્મ કરીને હણે છે.
// ૮૧ //
વિવેચન ભાવાર્થ સુગમ છે. ૮૦મી ગાથાના વિવેચનમાં છેલ્લા ભાગમાં લગભગ બધો જ અર્થ સમજાવી દીધેલ છે.
સંજ્વલન માનની બીજી સ્થિતિમાંથી પહેલી કિટ્ટી, બીજી કિટ્ટી અને ત્રીજી કિટ્ટીને લાવીને પ્રથમ સ્થિતિરૂપે કરીને ઉદયથી ભોગવતાં ભોગવતાં આ જીવ ત્યાં સુધી આગળ જાય છે કે ત્રીજી કિટ્ટીનું પણ દલિક એક આવલિકા માત્ર બાકી રહે. ત્યારે નવમાનો ત્રીજો ભાગ પૂરો થાય છે. સંજ્વલન માનનાં બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ પામે છે. માનની સત્તા પણ પ્રથમ સ્થિતિમાં ૧ આવલિકા અને બીજી સ્થિતિમાં ૧ સમયન્યૂન ૨ આવલિકા માત્ર જ રહે છે. શેષ સઘળું માનનું કર્મદલિક પણ નાશ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org