________________
૨૫૬
ગાથા : ૭૫
છઠ્ઠો કર્મગ્રંથ છે. સંજવલન માનની બીજી સ્થિતિમાંથી દલિક આકર્ષીને અંતર્મુહૂર્તના કાલ પ્રમાણ (૪૧ થી ૬૪ સમય પ્રમાણ) પ્રથમ સ્થિતિ કરે છે અને વેદે છે. આમ કરતો તે જીવ જ્યારે ૪૪મા સમયે જાય છે ત્યારે સં. ક્રોધની પ્રથમ સ્થિતિની વધેલી ૧ આવલિકા બૂિક સંક્રમથી સં. માનમાં સંક્રાન્ત થઈ જાય છે. ૪૭મા સમયે બીજી સ્થિતિમાં ૧ સમયગૂન ર આવલિકા કાલમાં સં. ક્રોધનું બાંધેલું જે દલિક અનુપશાન્ત હતું તે ઉપશાન્ત થઈ જાય છે. આગળ આગળ ત્રણ માનને ઉપશમાવતો ઉપશમાવતો જાય છે. જ્યારે સં. માનની ૧ સમયગૂન ૩ આવલિકા પ્રમાણે પ્રથમ સ્થિતિ બાકી રહે છે ત્યારે (અસત્કલ્પનાએ પ૩ થી ૬૪ સમય બાકી હોય ત્યારે પ૪મા સમયે) સં. માન અપગ્રહ બને છે. એટલે હવે બે માનનું કર્મદલિક સં.માનમાં પડતું નથી પણ માયા-લોભમાં જ પડે છે. સં.માનની પ્રથમ સ્થિતિ ર આવલિકા બાકી રહે ત્યારે (અસત્કલ્પનાએ પ૭મા સમયે) આગાલ વિચ્છેદ પામે છે અને પ્રથમ સ્થિતિ ૧ આવલિકા માત્ર બાકી રહે છે ત્યારે (એટલે અસત્કલ્પનાએ ૬૦મા સમયે) સંજ્વલન માનનાં બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ પામે છે. બે માન સર્વથા ઉપશાન્ત થઈ જાય છે. નવમા ગુણઠાણાનો ત્રીજો ભાગ પૂર્ણ થાય છે. સામાનની ૧ આવલિકા જેટલી પ્રથમ સ્થિતિ (૬૧ થી ૬૪) અને ૧ સમયજૂન ૨ આવલિકા કાલમાં બાંધેલા દલિકની બીજી સ્થિતિ બાકી રહે છે. શેષ સંમાન પણ સર્વથા ઉપશાન્ત થાય છે. છેલ્લા સમયે જે સંજ્વલન માન બંધાય તે ર માસની સ્થિતિવાળું બંધાય છે. બીજા કર્મોનો બંધ હજુ પણ સંખ્યાતા વર્ષોનો ચાલુ હોય છે.
નવમા ગુણઠાણાના ચોથા ભાગના પ્રથમ સમયથી જ ઉપર કહ્યા મુજબ ત્રણ માયાને ઉપશમાવવાની હવે આ જીવ શરૂઆત કરે છે. સંજ્વલન માયાની બીજી સ્થિતિમાંથી કર્મલિક લાવીને પ્રથમ સ્થિતિરૂપે અન્તર્મુહૂર્ત પ્રમાણ (કલ્પનાથી ૬૧ થી ૮૪ સુધીની) કરે છે. ત્રણ માયાને ઉપશમાવતો ઉપશમાવતો આગળ જાય છે. ત્યાં ૧ આવલિકા કાલ ગયે છતે (કલ્પનાથી ૬૪ મા સમયે) સંજ્વલન માનની પ્રથમ સ્થિતિ જે બાકી રાખી હતી તે સિબૂક સંક્રમથી સં. માયામાં જાય છે. ૧ સમયગૂન ૨ આવલિકાકાલે (કલ્પનાથી ૬૭મા સમયે) બીજી સ્થિતિમાં નવો બંધાયેલો અને અનુપશાન્ત એવો સંજ્વલન માન હતો તે પણ ઉપશાન્ત થઈ જાય છે. એમ કરતાં સં. માયાની ૧ સમયજૂન ૩ આવલિકા સ્થિતિ બાકી રહે ત્યારે (કલ્પનાથી ૭૪મા સમયે) સં. માયા અપગ્રહ બને છે. એટલે અપ્રત્યા. અને પ્રત્યા. માયાનું દલિક સંજ્વલન માયામાં નાખતો નથી, પણ સંજ્વલન લોભમાં નાખે છે. ૨ આવલિકા બાકી રહે ત્યારે (એટલે કલ્પનાથી ૭૭મા સમયે) આગાલ વિચ્છેદ પામે છે. ત્યાર બાદ પ્રથમ સ્થિતિ ૧ આવલિકા બાકી રહે ત્યારે (કલ્પનાથી ૮૦મા સમયે) સંજ્વલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org