________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૭૫
૨૫૫
છેલ્લા છેલ્લા સમયે નાશ પામતા કર્મદલિકની છેલ્લા છેલ્લા સમયે સત્તા ન ગણાય, તેથી ૧ સમયન્યૂન ૨ આવલિકાને બદલે ૨ સમયન્યૂન ૨ આવલિકા પણ કહેવાય છે અને આવા પાઠો તથા વિવેચનમાં આવા ઉલ્લેખો પણ જોવા મળે છે.
નવમા ગુણઠાણાના બીજા ભાગે સંજ્વલનાદિ ૩ ક્રોધને ઉપશમાવતાં ઉપશમાવતાં આગળ વધતા જીવને જ્યારે સં. ક્રોધની પ્રથમ સ્થિતિ ૧ સમયન્યૂન ત્રણ આવલિકા બાકી રહે છે. ત્યારે સંજ્વલન ક્રોધ અપતગ્રહીભૂત બને છે. એટલે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય બે ક્રોધનું દલિક ગુણસંક્રમ વડે પ્રતિસમયે અસંખ્યાત ગુણ જે સંજ્વલન ક્રોધમાં આ જીવ સંક્રમાવતો હતો. તે હવેથી સંજ્વલન માન-માયાલોભમાં નાખે છે પણ સંજ્વલન ક્રોધમાં નાખતો નથી. ત્યારબાદ સં. ક્રોધની પ્રથમ સ્થિતિ બે આવલિકા માત્ર જ્યારે બાકી રહે છે ત્યારે સં. ક્રોધનો આગાલ વિચ્છેદ પામે છે. (બીજી સ્થિતિમાંથી ઉદીરણાકરણ વડે દલિક લાવીને પ્રથમ સ્થિતિની ઉદયાવલિકામાં જે નાખતો હતો અને ઉદયથી ભોગવતો હતો તે હવે કરતો નથી.) જ્યારે સં. ક્રોધની પ્રથમ સ્થિતિ ૧ આવલિકા માત્ર બાકી રહે છે. ત્યારે નવમા ગુણઠાણાનો બીજો ભાગ સમાપ્ત થાય છે. (અસત્કલ્પનાએ ૪૦મો સમય આવે છે) તે કાલે સં. ક્રોધનાં બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ પામે છે. અપ્રત્યા. અને પ્રત્યા. આ બે ક્રોધ સર્વથા ઉપશાન્ત થઈ જાય છે. સંજ્વલન ક્રોધનો આ છેલ્લો જે બંધ થયો તે ૪ માસની સ્થિતિવાળો બંધ હોય છે. બાકીના કર્મોનો સ્થિતિબંધ હજુ સંખ્યાતા હજાર વર્ષો પ્રમાણ હોય છે. ૪૦મા સમયે એટલે કે બંધવિચ્છેદ વખતે છેલ્લી ૧ સમયન્યૂન ૨ આવલિકામાં બાંધેલું દલિક (અસત્કલ્પનાએ ૩૪ થી ૪૦માં બાંધેલું દલિક) ૪૧મા સમયે બીજી સ્થિતિમાં જોવા મળે છે. તેટલું દલિક અનુપશાન્ત સત્તામાં હોય છે. તેને ૪૧ થી ૪૭ સમયમાં (૧ સમયન્સૂન ૨ આવલિકા કાલમાં) ઉપશમાવે છે અને પ્રથમ સ્થિતિમાં જે ૧ આવલિકા પ્રમાણ કર્મદલિક બાકી મુક્યું છે તે સ્નિબૂક સંક્રમથી સં. માનમાં સંક્રમાવે છે. આ રીતે બીજા ભાગના ચરમ સમયે એટલે અસત્કલ્પનાએ ૪૦મા સમયે ૨ ક્રોધ ઉપશાન્ત થાય છે. ૪૪મા સમયે સં. ક્રોધની પ્રથમ સ્થિતિ સંક્રમી જાય છે અને ૪૭મા સમયે સં. ક્રોધની બીજી સ્થિતિ પણ ઉપશમી જાય છે. આ રીતે બીજો ભાગ પૂર્ણ થયા પછી ત્રીજા ભાગમાં ૧ સમયન્યૂન ૨ આવલિકા કાલ જાય ત્યારે ત્રીજા ક્રોધનો પણ ઉપશમ થાય છે.
સંજ્વલન માન-માયા-લોભ આદિનો ઉપશમ
સંજ્વલન ક્રોધનાં બંધાદિ જ્યારે વિચ્છેદ પામે ત્યાર પછીના સમયથી (અસત્કલ્પનાએ ૪૧મા સમયથી) આ જીવ ત્રણ માનને ઉપશમાવવાનો આરંભ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org