________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૭૫
૨૫૭ માયાના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ પામે છે. બે માયા સર્વથા ઉપશાના થાય છે. નવમા ગુણઠાણાનો ચોથો ભાગ સમાપ્ત થાય છે. સં.માયાની ૧ આવલિકા જેટલી પ્રથમસ્થિતિ (૮૧ થી ૮૪) અને ૧ સમયજૂન ૨ આવલિકા કાલમાં બાંધેલા દલિકની માયાની બીજી સ્થિતિ બાકી રહે છે. શેષ માયા પણ ઉપશાન્ત થઈ જાય છે. ૮૦ના સમયે જે છેલ્લી સં.માયા બાંધી છે તે ૧ માસની સ્થિતિવાળી જાણવી. બાકીના કર્મોનો બંધ હજુ પણ સંખ્યાતા વર્ષ પ્રમાણ જાણવો.
નવમા ગુણઠાણાના પાંચમા ભાગના પ્રથમ સમયથી જ એટલે અસત્કલ્પનાએ ૮૧માં સમયથી ૩ લોભને ઉપશમાવવાની શરૂઆત કરે છે. સંજ્વલન લોભની બીજી સ્થિતિમાંથી કર્મદલિકોને આકર્ષીને અન્તર્મુહૂર્તના કાલપ્રમાણ (કલ્પનાથી ૮૧ થી ૧૦૪ સમય પ્રમાણ) પ્રથમ સ્થિતિ કરે છે અને વેદે છે. ત્રણ લોભને ઉપશમાવતો ઉપશમાવતો તે જીવ આગળ જાય છે. એક આવલિકા કાલ જાય ત્યારે સં. માયાની પ્રથમ સ્થિતિ સિબૂકસંક્રમથી (૮૧ થી ૮૪ માં) સં.લોભમાં સંક્રમી જાય છે. ૧ સમયગૂન ૨ આવલિકા કાલે સં. માયાની બીજી સ્થિતિમાં છેલ્લું બાંધેલું અને અનુપશાન્ત જે દલિક છે તે પણ તેટલા જકાલે ઉપશમાવે છે. એટલે ૮૭મા સમયે તે પણ ઉપશાના થઈ જાય છે. ત્રણ લોભને ઉપશમાવવાનું કામકાજ ચાલે છે. તે કાલે સંજવલન લોભને વેદવાના કાલના ત્રણ ભાગ કરે છે. (પંચસંગ્રહ ઉપશમના કરણ ગાથા ૭૧-૭૨-૭૩).
સંજ્વલન લોભની બીજી સ્થિતિમાંથી દલિકો લાવીને પ્રથમ સ્થિતિરૂપે કરે છે. અને ર/૩ ભાગમાં તેનો નિક્ષેપ કરે છે. અને ૧/૩ ભાગને કિટ્ટીરૂપે કરાયેલા લોભને વેદવા માટે રાખે છે. ધારો કે પાંચમા ભાગના પહેલા સમયે (કલ્પનાથી ૮૧મા સમયે) સં. લોભનાં કર્મદલિકો બીજી સ્થિતિમાંથી લાવીને પ્રથમ સ્થિતિરૂપે કર્યો અને ૨/૩ માં નિક્ષેપ કર્યો એટલે ૮૧ થી ૧૧૬ સમય પ્રમાણે પ્રથમ સ્થિતિના ૩ ભાગ કરે છે. બાર બાર સમયના ત્રણ ભાગ કલ્પીએ એટલે કુલ ૧૨ + ૧૨ = ૨૪ સમય એટલે ત્યાં ૮૧ થી ૧૦૪ માં દલિકનિક્ષેપ કરે છે. ૮૧ થી ૯૨ સમયની સ્થિતિવાળા પહેલા ભાગનું નામ અશ્વકર્ણ કરણાદ્ધા, ૯૩ થી ૧૦૪ સમયની સ્થિતિવાળા બીજા ભાગનું નામ કિટ્ટીકરણાદ્ધા અને ૧૦૫ થી ૧૧૬ સમયની સ્થિતિવાળા ત્રીજા ભાગનું નામ કિટ્ટીવેદનાદ્ધા.'
(૧) અનિવૃત્તિકરણ ૧ થી ૧૦૦ સમયનું કલ્પેલું છે. અને સૂક્ષ્મસંપરાય પણ કિટ્ટીવાળા કાળનો જ ત્રીજો ભાગ છે. તેથી તેના ૧૨ સમય, તથા નવમું ગુણઠાણું પૂર્ણ થયા પછી ૧ આવલિકા જે બાદર કિટ્ટીઓ રહે છે તેના ૪ સમય કલ્પનાથી જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org