________________
૨૫૨
ગાથા : ૭૫
છઠ્ઠ કર્મગ્રંથ ઉપશમના ચરમ સમય સુધી પ્રતિસમયે ક્રમશઃ અસંખ્યગુણ અધિકના ક્રમે ઉપશમાવે છે. તથા જે જે સમયે જેટલું જેટલું કર્મલિક ઉપશમાવે છે. તે તે સમયે તેના કરતાં અસંખ્યાત ગુણ અધિક-અસંખ્યાત ગુણ અધિક કર્મલિક પરમાં ગુણસંક્રમથી સંક્રમાવે છે. એમ વિચરમ સમય સુધી કરે છે. ચરમ સમયે તો તેનાથી ઉલટું થાય છે. એટલે કે ઉપશમ પામતું કર્મદલિક, સંક્રખ્યમાણ કર્મદલિક કરતાં અસંખ્યગુણ (ચરમ સમયે) હોય છે. આ રીતે ૧ અંતર્મુહૂર્ત કાલે નપુંસકવેદ સર્વથા ઉપશાન્ત થાય છે. સ્ત્રીવેદની ઉપશમનાનો પ્રારંભ -
નપુંસકવેદનો ઉપશમ સમાપ્ત થયા પછી સ્ત્રીવેદની ઉપશમનાનો આ જીવ પ્રારંભ કરે છે. પ્રતિસમયે અસંખ્યાતગુણ કર્મદલિક ઉપશાવે છે. જેટલું ઉપશમાવે છે. તેના કરતાં અસંખ્યાતગુણ પરપ્રકૃતિમાં ગુણસંક્રમથી કિચરમ સમય સુધી સંક્રમાવે છે અને ચરમ સમયે ઉપશમ્યમાન કર્મદલિક સંક્રમ્યમાણ કર્મદલિક કરતાં અસંખ્યાતગુણ હોય છે.
સ્ત્રીવેદનો ઉપશમ કરતાં કરતાં સંખ્યાતમો ભાગ કાલ જાય ત્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ ઘાતી કર્મોનો સ્થિતિબંધ, જે આજ સુધી અસંખ્યાત વર્ષ પ્રમાણ થતો હતો, તે હવેથી સંખ્યાતવર્ષ પ્રમાણમાં થાય છે. તથા ૪ જ્ઞાના. ૩ દર્શના. અને ૫ અંતરાય એમ ૧૨ કર્મપ્રકૃતિઓનો રસબંધ જે આજ સુધી મંદ બેઠાણીયો દેશઘાતી કરતો હતો. તે હવેથી એકઠાણીયો દેશઘાતી રસબંધ જ કરે છે. આ રીતે સ્થિતિબંધ અને રસબંધ ઘટતા જાય છે. આમ હજારો સ્થિતિઘાત ગયે છતે સ્ત્રીવેદ પણ ઉપશાના થાય છે. હાસ્યાદિ શેષ ૭ નોકષાયોની ઉપશમના -
સ્ત્રીવેદ સર્વથા ઉપશાન્ત થયા પછી શ્રેણીમાં આરૂઢ થયેલો આ જીવ હવે હાસ્યષક અને પુરુષવેદ એમ ૭ નોકષાયોને ઉપશમાવવાનો પ્રારંભ કરે છે. પ્રતિસમયે અસંખ્યાતગુણ કર્મદલિકોને ઉપશમાવે છે અને ઉપશાન્ત દલિક કરતાં અસંખ્યાતગુણ કર્મદલિક ગુણસંક્રમ વડે હાસ્યાદિષકનું પરમાં દ્વિચરમ સમય સુધી સંક્રમાવે છે. પુરુષવેદનો બંધ ચાલુ હોવાથી ત્યાં પુરુષવેદનો ગુણસંક્રમ થતો નથી. પણ યથાપ્રવૃત્ત સંક્રમ જ થાય છે.
આ પ્રમાણે ૭ નોકષાયોને ઉપશમાવતાં-ઉપશમાવતાં સંખ્યાતમો ભાગ કાલ જ્યારે જાય છે ત્યારે નામ-ગોત્રકર્મનો સ્થિતિબંધ પણ હવેથી સંખ્યાતવર્ષ પ્રમાણ જ થાય છે. (અસંખ્યાતવર્ષનો નહીં) હજુ વેદનીયકર્મનો સ્થિતિબંધ અસંખ્યાતવર્ષ પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org