________________
૨૫૧
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૭૫ એટલે કે પુરુષવેદનું દલિક સંજવલન ક્રોધાદિ ચારમાં નાખે છે. સં. ક્રોધનું દલિક માનાદિ ત્રણ કષાયમાં નાખે છે પણ પુરુષવેદ બંધાતો હોવાથી સં. ક્રોધનો પતટ્ઠહ થઈ શકે તેમ છે છતાં તેમાં સં. ક્રોધને નાખતો નથી. એ જ રીતે સં. માનનું દલિક માયા-લોભમાં નાખે છે. પણ પુરુષવેદ અને સં. ક્રોધમાં નાખતો નથી અને માયાનું દલિક માત્ર લોભમાં જ નાખે છે શેષમાં
નહીં. (૫) લોભનો અસંક્રમ થાય છે. ઉપરોક્ત કારણે જ લોભનો સંક્રમ અટકી જાય છે.
કારણ કે ક્રમસર સંક્રમ થવાને લીધે લોભનો પ્રક્ષેપ કરી શકાય તેવી પાછળ
કોઈ પ્રકૃતિ નથી. (૬) બધ્યમાન છ કર્મોની છ આવલિકા ગયા પછી જ ઉદીરણા કરે છે. વેદનીયકર્મ
અને આયુષ્યકર્મની ઉદીરણા તો ૬ ગુણઠાણા સુધી જ થાય છે તેથી બે કર્મોની ઉદીરણા તો અહીં છે જ નહીં. પરંતુ બાકીનાં જ્ઞાનાવરણીયાદિ ૬ કર્મોની ઉદીરણા આજ સુધી કર્મ બાંધ્યા પછી ૧ આવલિકા ગયા પછી આ જીવ કરતો હતો હવેથી ૬ કર્મો બાંધ્યા પછી હું આવલિકા કાલ જાય, ત્યારબાદ જ તે
તે છ કર્મોની ઉદીરણા કરે છે વહેલી નહીં. (૭) નપુંસકવેદની ઉપશમનાનો પ્રારંભ કરે છે.
આ સાત કાર્યો એકી સાથે આ જીવ શરૂ કરે છે. નપુંસકવેદની ઉપશમનાનો પ્રારંભ -
મોહનીય કર્મની કુલ ૨૧ પ્રકૃતિઓ અનુપશાા છે. તેમાંથી સૌથી પ્રથમ નપુંસકવેદની (બીજી સ્થિતિમાં રહેલ દલિકોની) ઉપશમના કરવાનો આરંભ કરે છે. (૧) પહેલી સ્થિતિગત કર્મદલિક જો નપુંસકવેદના ઉદયે શ્રેણી માંડી હોય તો ઉદયથી અનુભવીને સમાપ્ત કરે, અન્યથા સિબૂક સંક્રમથી ઉદયવતીમાં સંક્રમાવીને સમાપ્ત કરે, (૨) અંતરકરણવાળી સ્થિતિમાં રહેલું કર્મદલિક, નપુંસકવેદના ઉદયે શ્રેણી આરંભી હોય તો પ્રથમ સ્થિતિમાં નાખે, અન્યથા બંધાતી પરપ્રકૃતિમાં નાખે. (૩) હવે વાત રહી માત્ર બીજી સ્થિતિની, તેનો ઉપશમ શરૂ કરે છે.
પ્રથમ સમયે થોડું ઉપશમાવે છે. (અહીં ઉપશમાવે છે એટલે કે તે તે કર્મલિકને એવી પરિસ્થિતિવાળું બનાવે છે કે તેમાં ઉદય-ઉદીરણા આદિ કરણો ન લાગે). બીજા-ત્રીજા-ચોથા સમયે અસંખ્યગુણ અધિક-અસંખ્યગુણ અધિક ઉપશમાવે છે. આમ ૧ અંતર્મુહૂર્તમાં જ નપુંસકવેદ ઉપશાના થઈ જાય છે. આ રીતે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org