________________
૨૫૦
ગાથા : ૭૫
છઠ્ઠો કર્મગ્રંથ (૧) તે કાલે જેનો બંધ અને ઉદય બને ચાલુ હોય તેનું અંતરકરણનું ઉકેરાતું કર્મ
દલિક તે જ પ્રકૃતિની પહેલી અને બીજી એમ બન્ને સ્થિતિમાં નાખે. (૨) તે કાલે જેનો બંધ જ માત્ર હોય, પણ ઉદય ન હોય તેના અંતરકરણનું
ઉમેરાતું દલિક તે જ પ્રકૃતિની માત્ર બીજી સ્થિતિમાં નાખે. (૩) તે કાલે જેનો ઉદય જ માત્ર હોય, પણ બંધ ન હોય તેના અંતરકરણનું દલિક
માત્ર પ્રથમ સ્થિતિમાં જ નાખે (પણ બીજી સ્થિતિમાં ન નાખે). (૪) તે કાલે જેનો બંધ કે ઉદય એકે ન હોય તેના અંતરકરણનું ઉમેરાતું કર્મલિક
તે કાલે બંધાતી સજાતીય એવી પરપ્રકૃતિમાં નાખે.
જેમકે વેદમાંથી સ્ત્રીવેદના ઉદયથી અને કષાયોમાંથી સંજ્વલન ક્રોધના ઉદયથી શ્રેણી માંડનારા જીવને (૧) સં. ક્રોધનો બંધ અને ઉદય બને છે. તેના અંતરકરણનું દલિક બને સ્થિતિમાં નખાય છે. (૨) તે જ જીવને પુરુષવેદનો અને સંજ્વલન માન-માયા-લોભનો બંધ જ માત્ર છે. ઉદય નથી તેથી તેના અંતરકરણનું દલિક માત્ર બીજી સ્થિતિમાં જ નખાય છે. (૩) તે જ જીવને સ્ત્રીવેદનો ફક્ત ઉદય જ છે બંધ નથી, તેથી તેના અંતરકરણનું દલિક ફક્ત પ્રથમ સ્થિતિમાં જ નખાય છે. અને (૪) તે જ જીવને નપુંસકવેદનો, અપ્રત્યાખ્યાનાદિ ૮ કષાયનો અને હાસ્યષકનો એમ ૧૫નો બંધ કે ઉદય કંઈ નથી. માટે તેના અંતરકરણનું દલિક બંધાતી એવી પરપ્રકૃતિમાં = વેદમાં અને સંકષાયમાં નખાય છે. (પંચસંગ્રહ ઉપશમના કરણ ગાથા ૫૯-૬૦-૬૧-૬૨).
અંતરકરણ કર્યા પછી બીજા જ સમયથી નીચે મુજબ ૭ કાર્યો એકી સાથે આ જીવ શરૂ કરે છે. (૧) મોહનીય કર્મનો રસબંધ હવે એકઠાણીયો જ કરે છે. અર્થાત્ હવે બેઠાણીયો
આદિ તીવ્ર રસનો બંધ કરતો નથી. પણ એકલા મોહનીયમાંજ એકઠાણીયો
બંધ શરૂ કરે છે. શેષ કર્મોમાં હજુ એકઠાણીયો રસબંધ કરતો નથી. (૨) મોહનીય કર્મમાં માત્ર સંખ્યાતવર્ષની સ્થિતિમાંથી જ ઉદીરણા કરે છે. વધારાની
સ્થિતિસત્તા હોવા છતાં તેમાંથી ઉદીરણા કરતો નથી. (૩) મોહનીય કર્મનો સ્થિતિબંધ પણ હવે સંખ્યાતવર્ષ પ્રમાણ જ કરે છે. અધિક
સ્થિતિબંધ કરતો નથી અને તે પણ સંખ્યાતગુણ હીન-હીન કરે છે. (૪) પુરુષવેદ અને સંજ્વલન ચાર કષાયોનો સંક્રમ આનુપૂર્વીએ (ક્રમસર) કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org