________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૭૫
૨૩૯
અનિવૃત્તિક૨ણે સ્થિતિઘાતાદિની સાથે ગુણસંક્રમ પણ ચાલુ થાય છે. કારણ કે ૪ થી ૭ ગુણસ્થાનકમાં હોવાથી અને અનંતાનુબંધી અધ્યમાન અશુભ પ્રકૃતિ હોવાથી ગુણસંક્રમ પ્રવર્તે છે. આ પ્રમાણે કેટલાક આચાર્યોના મતે ૪ થી ૭ ગુણઠાણામાં અનંતાનુબંધીની ઉપશમના થાય છે તે સમજાવી.
અનંતાનુબંધિની વિસંયોજના -
અનંતાનુબંધીની વિસંયોજના ચારે ગતિના જીવો કરી શકે છે. ચોથે ગુણઠાણે વર્તતા દેવ-નારકી-મનુષ્ય અને તિર્યંચ, પાંચમે ગુણઠાણે વર્તતા તિર્યંચ અને મનુષ્ય, તથા છઠ્ઠા-સાતમા ગુણઠાણે વર્તતા મનુષ્ય અનંતાનુબંધીની આ વિસંયોજના કરવા માટે પ્રથમ પૂર્વોક્ત વિધિ પ્રમાણે ૩ કરણ કરે છે. તેમાં નીચેની બાબતોનું બરાબર ધ્યાન આપવું.
(૧) અપૂર્વકરણથી ગુણસંક્રમ પણ અવશ્ય કરે જ. કારણ કે અનંતાનુબંધી અબધ્યમાન અશુભ પ્રકૃતિ છે. માટે અબધ્યમાન એવા તે અનંતાનુબંધીનો બધ્યમાન મોહનીયમાં ગુણસંક્રમ કરે.
(૨) અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય, અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે તો પણ અંતરકરણ ન કરે. અંતરકરણ કર્યા વિના જ પહેલી સ્થિતિ એક આવલિકા માત્ર રાખીને ઉલના સંક્રમ વડે અને ગુણ સંક્રમ વડે એટલે કે ઉલના યુક્ત ગુણસંક્રમ વડે ઉપરની તમામ સ્થિતિનો સ્થિતિઘાતાદિ વડે નાશ જ કરવા લાગે છે.
(૩) જે ૧ આવલિકા માત્ર પ્રથમ સ્થિતિ રાખી છે. તે ઉદયવતી મોહનીયકર્મની કર્મપ્રકૃતિઓમાં સ્તિબૂકસંક્રમ વડે સંક્રમાવીને સમાપ્ત કરે છે.
(૪) અંતર્મુહૂર્ત કાલે વિસંયોજના સમાપ્ત કરીને આ જીવ મોહનીયની ૨૪ની સત્તાવાળો બને છે.
પ્રશ્ન - વિસંયોજના એટલે શું ? અને વિસંયોજના તથા ક્ષયમાં તફાવત શું ? ઉત્તર અનંતાનુબંધીનો એક પ્રકારનો સર્વથા ક્ષય કરવો, સત્તામાંથી અનંતાનુબંધીને નિર્મૂલ કરવો તે જ વિસંયોજના કહેવાય છે અને તે જ ક્ષય કહેવાય છે. તેથી જ વિસંયોજના કરનારને પણ અને ક્ષય કરનારને પણ નિયમા મોહનીયની ૨૪ ની જ સત્તા હોય છે. પરંતુ ક્ષય અને વિસંયોજનામાં તફાવત માત્ર આટલો જ છે કે- અનંતાનુબંધીનો ક્ષય કર્યા પછી તે જીવ દર્શનત્રિકનો ક્ષય કરે પણ ખરો અને ક્ષય ન પણ કરે - આવી વિકલ્પવાળી અવસ્થા છે. એટલે જો પાછળ દર્શનત્રિકનો
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org