________________
૨૪૦
ગાથા : ૭૫
છઠ્ઠો કર્મગ્રંથ ક્ષય ન કરે તો આ અનંતાનુબંધીનો કરેલો ક્ષય, મિથ્યાત્વમોહના ઉદયનો કાલાન્તરે સંભવ હોવાથી તે કાલે ફરીથી અનંતાનુબંધી બંધાવાથી સત્તા આવી જાય, તે કાળે આ ક્ષય નિષ્ફળ જાય છે. તે માટે આવા પ્રકારના નિષ્ફળ જનારા ક્ષયને ભિન્ન સમજાવવા માટે શાસ્ત્રકારોએ તેનું નામ વિસંયોજના આપેલ છે. જે અનંતાનુબંધીનો ક્ષય કર્યા પછી દર્શનત્રિકનો પણ અવશ્ય ક્ષય કરે જ છે. અનંતાનુબંધીના ક્ષયને નિષ્ફળ જવા દેતા નથી. તેવા અનંતાનુબંધીના ક્ષયને “ક્ષય” જ કહેવામાં આવે છે.
આ પ્રમાણે કેટલાક આચાર્યોના મતે અનંતાનુબંધીની ઉપશમના અને બીજા કેટલાકના મતે અનંતાનુબંધીની વિસંયોજના કરીને હવે આગળ-આગળ દર્શનત્રિકની ઉપશમના શરૂ કરે છે.
દર્શનત્રિકની ઉપશમના - ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ, સંયમમાં (ટ્ટ અથવા ૭મે ગુણઠાણે) વર્તતો મનુષ્ય જ દર્શનત્રિકની ઉપશમના કરવા માટે ત્રણ કરણ કરે છે. તથા કરણકાલ પૂર્વે અનંતગુણી વિશુદ્ધિએ વધતો પૂર્વે કહેલી તમામ પ્રક્રિયાવાળો બને છે. પૂર્વભૂમિકાનું તથા ત્રણ કરણનું વર્ણન અનાદિ મિથ્યાત્વી સમ્યકત્વ પામે ત્યારે જેમ કહ્યું છે તેમ જ જાણવું. અપૂર્વકરણમાં અહીં મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ગુણસંક્રમ પણ થાય છે. અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયે છતે એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે દર્શનત્રિકની જે સ્થિતિ સત્તામાં છે. તેમાં “અંતરકરણ” કરે છે. જેથી તે ત્રણની સ્થિતિના બે બે વિભાગ થાય છે. ૧ પહેલી સ્થિતિ, વચ્ચે અંતરકરણ, અને ઉપર બીજી સ્થિતિ. પ્રથમ સ્થિતિ મિથ્યાત્વ અને મિશ્રમોહની એક આવલિકા પ્રમાણ રાખે છે. અને સમ્યકત્વમોહનીયની અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે. ત્રણેનું અંતરકરણ અંતર્મુહૂર્ત પ્રમાણ રાખે છે. અને બાકીની સઘળી સ્થિતિ બીજી સ્થિતિરૂપે રાખે છે.
ત્રણે દર્શનમોહનીયનું અંતરકરણનું ઉમેરાતું કર્મલિક સમ્યકત્વમોહનીયની પ્રથમ સ્થિતિમાં નાખે છે. અને તેને તે રૂપે વિપાકોદયથી ભોગવે છે. મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયની પહેલી સ્થિતિ (જે આવલિકા પ્રમાણ) છે. તેને તિબૂકસંક્રમ વડે સમ્યકત્વમોહનીયની પ્રથમ સ્થિતિમાં નાખે છે અને તે રૂપે (સમ્યકત્વમોહનીય રૂપે) ભોગવે છે. અંતરકરણની આ ક્રિયા એક સ્થિતિઘાતના કાળે પૂર્ણ થાય છે. જ્યાં સુધી અંતરકરણની આ ક્રિયા (અંતરકરણની અંદર રહેલાં મિથ્યાત્વાદિનાં દલિકોને ઉકેરવાનું કામકાજ) ચાલે ત્યાં સુધી મિથ્યાત્વ અને મિશ્રની પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ જ રહે છે. એટલે કે જેમ જેમ તિબૂકસંક્રમ થતો જાય છે તેમ તેમ પ્રથમ સ્થિતિની એક આવલિકા આગળ આગળ વધતી જ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org