________________
૨૩૮ ગાથા : ૭૫
છઠ્ઠો કર્મગ્રંથ ઉદયમાં આવે તો ગુણસ્થાનક ૪ થી ૭ માંનું જે છે તે જ રહે છે. પણ ઉપશમસમ્યકત્વને બદલે ક્ષાયોપશમિક સમ્યકત્વી બને છે. અહીં પ્રાથમિક ઉપશમસમ્યકત્વનું વર્ણન પૂર્ણ થાય છે.
ઉપશમશ્રેણી સંબંધી ઉપશમસમ્યકત્વનું વર્ણન - ઉપશમશ્રેણી પ્રારંભવા માટે પ્રાપ્ત કરાતું ઉપશમસમ્યકત્વ અવશ્ય ૪ થી ૭ ગુણસ્થાનકમાં જ પ્રાપ્ત કરાય છે. એટલે કે ૪ થી ૭ ગુણસ્થાનકમાં વર્તતો જીવ જ શ્રેણી સંબંધી ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરે છે. તથા આ ઉપશમશ્રેણી માટેનું ઉપશમસમ્યકત્વ, અનંતાનુબંધી ૪ કષાયોની વિસંયોજના કરીને પણ પ્રાપ્ત કરાય છે. અને અનંતાનુબંધી ૪ કષાયોની ઉપશમના કરીને પણ પ્રાપ્ત કરાય છે. ત્યાં પ્રથમ અનંતાનુબંધી ૪ કષાયોની ઉપશમનાની વિધિ કહેવાય છે.
અનંતાનુબંધીની ઉપશમના-૪ થી ૭ ગુણસ્થાનકમાં વર્તતો, ક્ષાયોપથમિક સમ્યકત્વવાળો, મનુષ્ય માત્ર જ, અનંતાનુબંધીની ઉપશમના કરવા માટે, મિથ્યાત્વમોહની ઉપશમનાની વિધિ હમણાં જે કહી છે. તે જ પ્રમાણે યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરવાપૂર્વક કરે છે. તે ત્રણ કરણ યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિકરણ જાણવાં, તેમાં નીચેના અપવાદ જાણવા.
(૧) અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અનંતાનુબંધી ૪ કષાયની પહેલી સ્થિતિ ૧ આવલિકામાત્ર રાખીને અંતર્મુહૂર્ત કાલ પ્રમાણ અંતરકરણ કરે છે.
(૨) અંતરકરણનું અંતર્મુહૂર્ત અપૂર્વસ્થિતિબંધના કાળતુલ્ય હોય છે.
(૩) અંતરકરણ સંબંધી ઉમેરાતું અનંતાનુબંધીનું કર્મલિક પહેલી અને બીજી સ્થિતિમાં ન નાખતાં તે કાલે બંધાતી ચારિત્રમોહનીય સંબંધી પરપ્રકૃતિમાં (મોહનીયની ૧૭, ૧૩ કે ૯) માં નાખે છે.
(૪) પ્રથમ સ્થિતિરૂપે રાખેલું ૧ આવલિકા પ્રમાણ કર્મદલિક સિબૂક સંક્રમ વડે તે કાલે ઉદયથી વેદાતી મોહનીયકર્મની પ્રકૃતિઓમાં નાખે છે.
(૫) અંતરકરણ કરતે છતે બીજા જ સમયથી બીજી સ્થિતિમાં રહેલા એવા અનંતાનુબંધી ૪ કષાયોને પ્રતિસમયે અસંખ્યાત ગુણાકારે ઉપશમાવે છે. અંતર્મુહૂર્તકાલે અનંતાનુબંધી સર્વથા ઉપશાન્ત થઈ જાય છે.
(૬) અનંતાનુબંધીની ઉપશમના માટે કરાયેલા ત્રણ કરણમાં અપૂર્વકરણે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org