________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૭૫
૨૩૭ કર્મદલિક છે. તે દલિક તેટલા જ સમયમાં હવે ઉપશમાવે છે. મિથ્યાત્વમોહનો હવે અબંધ થયેલ હોવાથી ગુણસંક્રમ ચાલુ કરે છે. પ્રતિસમયે અસંખ્યાત ગુણાકારે મિથ્યાત્વનું દલિક મિશ્રમોહ અને સમ્યકત્વમોહમાં સંક્રમાવે છે. આ સમ્યકત્વની પ્રાપ્તિકાલે અંધ માણસને જેમ ચક્ષની પ્રાપ્તિ થવાથી અનહદ આનંદ થાય છે. તેમ આ જીવને આત્માના શુદ્ધ સ્વરૂપની કંઈક ઝાંખી ઝાંખી પિછાણ થવાથી અપરિમિત આનંદ પ્રગટે છે. આ રીતે અનાદિ મિથ્યાત્વી જીવને મિથ્યાત્વના ઉદય રૂપ જે દાવાનલ લાગેલો હતો, તે દાવાનલ શુદ્ધભૂમિ રૂપ ઉજ્જડ પૃથ્વી પામીને ઓલવાઈ જતાં પ્રશમરસવાળું પ્રાથમિક ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અને પરમ આહ્વાદની પ્રાપ્તિ થાય છે.
(૧) અનાદિ મિથ્યાત્વી જે આ પ્રાથમિક ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે જીવ ઉપશમશ્રેણીને યોગ્ય વિશિષ્ટ વિશુદ્ધિવાળો ન હોવાથી શ્રેણી માંડતો નથી. આ ઉપશમમાં વર્તતો જીવ મૃત્યુ પામતો નથી, પરભવમાં જતો નથી. અનંતાનુબંધીનો બંધ અને ઉદય કરતો નથી. પણ જ્યારે સાસ્વાદને જાય છે ત્યારે તે જીવ બધું કરે છે.
(૨) આ ઉપશમની પ્રાપ્તિની સાથે કોઈ જીવ દેશવિરતિ પણ પામે છે અને કોઈ જીવ સર્વવિરતિ પણ પામે છે. એટલે કે કોઈને ચોથાની, કોઈને પાંચમાની અને કોઈને છઠ્ઠા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે.
| (૩) ઉપશમ સમ્યકત્વના કાલે અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વનો ઉદય ન હોવાથી તત્સહચારી અનંતાનુબંધી ચાર કષાયનો પણ ઉદય હોતો નથી, ફક્ત તેનો ક્ષયોપશમ જ હોય છે. તેથી વિપાકોદય નથી. પરંતુ તે કષાયનાં કર્મદલિકોને મંદ-મંદતર રસવાળાં કરીને અપ્રત્યાખ્યાનાદિ કષાયોમાં સંક્રમાવીને તે રૂપે ભોગવે છે. જ્યારે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી રહે છે ત્યારે ક્યારેક કોઈક જીવને અનંતાનુબંધીનો વિપાકોદય ચાલુ થઈ જાય છે. જેથી સાસ્વાદન ગુણસ્થાનક આવી જાય છે.
(૪) ઉપશમ સમ્યકત્વમાં ત્રણે દર્શનમોહનીયનો ઉદય ન હોવાથી સમ્યકત્વ સંબંધી કોઈ અતિચાર લાગતા નથી.
(૫) અંતરકરણમાં વર્તે ત્યાં સુધી ઉપશમ સમ્યકત્વ ટકે છે. તેની છેલ્લી ૧ આવલિકામાં પરિણામની ધારાને અનુસારે ઉપરની સ્થિતિમાં રહેલી ત્રણ દર્શનમોહનીયમાંથી નીચે લાવેલી કોઈપણ એક મોહનીયનો અવશ્ય ઉદય થાય છે.
(૬) જો મિથ્યાત્વમોહનો ઉદય થાય તો પહેલું ગુણસ્થાનક આવે છે. જો મિશ્રમોહ ઉદયમાં આવે તો ત્રીજું ગુણસ્થાનક આવે છે. અને જો સમ્યકત્વમોહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org