________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા : ૫૩
અને એકના બંધે એક ઉદયભાંગો અને સૂક્ષ્મસંપરાયનો એક એમ બંધસ્થાનકવાર જુદા જુદા ગણવાથી ૧૧ ઉદયભાંગા કહેલ છે. પરંતુ આ સંવેધ હાલ ગુણસ્થાનક ઉપર કહેવાય છે તેથી ૪ ના બંધે ક્રોધાદિ ૪ કષાયના જે ૪ ઉદયભાંગા છે. તે નવમા ગુણઠાણાના બીજા ભાગે છે. અને ત્રણ-બે-એકના બંધુ ક્રોધાદિ કષાયોનો ઉદય અનુક્રમે ટળી જવાથી જે ૩-૨-૧ ઉદયભાંગા ત્રીજા ભાગે, ચોથા ભાગે અને પાંચમા ભાગે થાય છે. તે પણ નવમા જ ગુણઠાણે છે. આ રીતે ગુણઠાણું નવમું જ હોવાથી જુદા ગણાતા નથી. તેથી આ ૩-૨-૧ = - કુલ ૬ ઉદયભાંગા ન ગણવાથી ગુણસ્થાનકને આશ્રયી ૧૧ ને બદલે ૪ + ૧ પાંચ જ ઉદયભાંગા લેવાય છે. તથા છઠ્ઠા સાતમા અને આઠમા ગુણસ્થાનકે બંધ ૯ નો સમાન હોવા છતાં પણ ગુણસ્થાનક જુદાં જુદાં હોવાથી ઉદયચોવીશી અને ઉદયભાંગા જુદા જુદા ગણેલ છે. II ૫૨ ॥ बारस पणसट्ठिसया, उदयविगप्पेहिं मोहिया जीवा । चुलसीइ सत्तुत्तरि, पयविंदसएहिं विन्नेया ।। ५३ ।। દ્વાશ પશ્ચષ્ટિશતા:, ઉદ્યવિભૈ મોહિતા: નીવાઃ। તુરશીતિક્ષક્ષક્ષક્ષતિ:, પવૃન્દ્રશન્નૈ: વિજ્ઞેયાઃ ।। રૂ II
ગાથાર્થ - ૧૨૬૫ ઉદયભાંગાઓ વડે અને ૮૪૭૭ પદવૃંદો વડે આ સંસારી જીવો મોહિત થયેલા જાણવા. ॥ ૫૩ ॥
૧૬૩
-
વિવેચન આ ગાથા પણ મૂલસઋતિકા ગ્રંથમાં (છઠ્ઠા કર્મગ્રંથમાં) નથી. સપ્તતિકાની પૂ. મલયગિરિજી મ. શ્રીની ટીકામાં છે. પણ સાતિકાની ચૂર્ણિમાં કહ્યું છે કે આ ગાથા ભાષ્યની અંદરની છે. શ્રી અભયદેવસૂરિજી કૃત સાતિકાભાષ્યની ૪૦ મી ગાથાની ટીકામાં છે. તેથી મૂલસાતિકાની આ ગાથા નથી.
Jain Education International
-
૧૬૧ મા પાનામાં કયા કયા ગુણસ્થાનકે કેટલી કેટલી ઉદયચોવીશી હોય તે તથા ઉદયભાંગા વગેરેનું ચિત્ર આપેલું જ છે. તેને અનુસારે ઉદય ચોવીશી, ઉદયભાંગા, ઉદયપદ અને પદવૃંદો કુલ કેટલાં થાય છે ? તે સમજી લેવું. એક એક ઉદયસ્થાને કષાય-યુગલ અને વેદના ઉદયને લીધે થતા ૨૪ ભાંગાઓનો સમુદાય તે ઉદયચોવીશી કહેવાય છે. એક એક ચોવીસીમાં થયેલા ૨૪-૨૪ જે ભાંગા તે ઉદયભાંગા કહેવાય છે. કોઈપણ ચોવીશીના કોઈપણ એકભાંગામાં ઉદયમાં આવેલી પ્રકૃતિઓ તે ઉદયપદ કહેવાય છે. અને કોઈપણ ચોવીશીના ચોવીશે ભાંગામાં ઉદયમાં આવેલી કુલ પ્રકૃતિઓ તે પદવૃંદ કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org