________________
૧૬૨
ગાથા : પર
एकः षडेकादशैकादशैव, एकादशैव नव त्रयः ।
एते चतुर्विंशतिगताः, द्वादश द्विके पञ्चैकस्मिन् ।। ५२ ।।
ગાથાર્થ - ૧૦
-
.
-
૯ ૮ -
૧
૬
૧૧ - ૧૧ - ૧ ૧ - ૯
તથા બેના ઉદયમાં ૧૨ અને એકના
-
૭
Jain Education International
-
દ
૫
૪ નાં ઉદયસ્થાનોમાં અનુક્રમે
૩ આમ કુલ બાવન ઉદયચોવીસી જાણવી. ઉદયમાં ૫ ઉદયભાંગા જાણવા. || પર ||
.
-
છટ્ટો કર્મગ્રંથ
વિવેચન - ૧૦ આદિ ઉદયસ્થાનોમાં ગુણસ્થાનક પ્રમાણે કેટલી ઉદયચોવીશી થાય છે. તેનો આંક આ ગાથામાં જણાવેલ છે. તે ૫૧ મી ગાથાના વિવેચનના અંતે પાન નંબર ૧૬૧ ઉપર દોરેલા ચિત્ર ઉપરથી સારી રીતે સમજી શકાય છે.
૧૦ ના ઉદયે ૧ ચોવીશી છે. અને તે મિથ્યાત્વ ગુણઠાણે છે.
૯ ના ઉદયે ૬ ચોવીશી છે. મિથ્યાત્વે ૩, સાસ્વાદને ૧, મિશ્રે ૧, અને
અવિરતે ૧, કુલ ૬.
૮ ના ઉદયે ૧૧ ચોવીશી છે. મિથ્યાત્વે ૩, સાસ્વાદને ૨, મિત્રે ૨, અવિરતે ૩, દેશિવરતે ૧, કુલ ૧૧.
૭ ના ઉદયે ૧૧ ચોવીશી છે. મિ૦ ૧, સા૦ ૧, મિત્રે ૧, અવિરતે ૩, દેશવિરતે ૩, પ્રમત્તે ૧, અપ્રમત્તે ૧, કુલ ૧૧.
૬ ના ઉદયે ૧૧ ચોવીશી છે. અવિરતે ૧, દેશવિરતે ૩, પ્રમત્તે ૩, અપ્રમત્તે ૩, અપૂર્વકરણે ૧, કુલ ૧૧.
૫ ના ઉદયે ૯ ચોવીશી છે. દેશવિરતે ૧, પ્રમત્તે ૩, અપ્રમત્તે ૩, અપૂર્વકરણે ૨ કુલ ૯.
૪ ના ઉદયે ૩ ચોવીશી છે. પ્રમત્તે ૧, અપ્રમત્તે ૧, અપૂર્વે ૧.
કુલ ચોવીસી બાવન થાય છે. બેના ઉદયે એક પણ ચોવીશી થતી નથી. પરંતુ ૧૨ ઉદયભાંગા છે. એકના ઉદયના સંજ્વલન ક્રોધ-માન-માયા અને લોભમાંથી એક એકનો ઉદય વિચારતાં ૪ ઉદયભાંગા નવમે, અને ૧ ઉદયભાંગો દશમે એમ એકોદયના પાંચ ઉદયભાંગા થાય છે.
પ્રશ્ન - સામાન્ય સંવેધ પ્રસંગે ચારના બંધુ ૪, ત્રણના બંધુ ૩, બેના બંધે ૨, એકના બંધે ૧, અને સૂક્ષ્મસંપરાયે ૧ આમ સર્વે મળીને એકોદયના ૧૧ ઉદયભાંગા ગણાવેલા છે. અને અહીં એકોદયના પાંચ જ ઉદયભાંગા કહ્યા. તેનું શું કારણ ? ઉત્તર - ત્યાં બંધસ્થાનક ઉપર ઉદયસ્થાનક અને ઉદયભાંગા કહેલા છે. તેથી ચારના બંધે ચાર ઉદયભાંગા, ત્રણના બંધે ત્રણ ઉદયભાંગા, બેના બંધે બે ઉદયભાંગા
For Private & Personal Use Only
www.jainelibrary.org