________________
ગાથા : ૪૯-૫૦-૫૧
૧૬૦
છઠ્ઠો કર્મગ્રંથ છે અને ક્ષપકશ્રેણીમાં મોહનો ક્ષય કરે છે. તેથી ઉપશમશ્રેણીમાં ઉપશમ ભાવનું જ ચારિત્ર અને ક્ષપકશ્રેણીમાં ક્ષાયિકભાવનું જ ચારિત્ર આવે છે. તે માટે છપ્ટે-સાતમે ગુણઠાણે મોહનીયકર્મનો ક્ષયોપશમ હોવાથી ક્ષાયોપથમિકભાવનું ચારિત્ર કહેવાય છે.
ત્યાં ૪-૫-૬-૭ એમ ૪ ઉદયસ્થાનકો છે. કારણ કે પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય પણ ત્યાં નથી. તેથી સંજવલન ૧ કષાય, એક યુગલ, અને ૧ વેદ એમ ૪ નો ઉદય ઔપથમિક-ક્ષાયિકને હોય છે. ત્યાં ૧ ચોવીશી થાય છે. તેમાં ભય-જુગુપ્સા અને સમ્યક્વમોહનીયમાંથી ૧ નો ઉદય ઉમેરવાથી પ નો ઉદય, બે નો ઉદય ઉમેરવાથી ૬ નો ઉદય અને ત્રણેનો ઉદય ઉમેરવાથી ૭ નો ઉદય થાય છે. ત્યાં પાંચમા ગુણઠાણાની જેમ ૧-૩-૩-૧ કુલ ૮ ચોવીશી થાય છે અને ૧૯૨ ઉદયભાંગા થાય છે.
આઠમા ગુણસ્થાનકે ૪-૫-૬ એમ ત્રણ જ ઉદયસ્થાનક છે. અહીં ઉપશમશ્રેણી અથવા ક્ષપકશ્રેણી માટેની યોગ્યતા પ્રાપ્ત કરાતી હોવાથી સમ્યક્વમોહનીયનો ઉદય હોતો જ નથી. તેથી ૧ સંજ્વલન કષાય, એક યુગલ, અને ૧ વેદ એમ ૪ નો ઉદય હોય છે. તેની ૧ ચોવીશી થાય છે. તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી ૫ નો ઉદય થાય છે. બન્નેની એક-એક એમ બે ચોવીશી થાય છે. અને ભય તથા જુગુપ્સા બને ઉમેરવાથી ૬ નો ઉદય થાય છે. તેની ૧ ચોવીશી થાય છે. આ રીતે ૪ - ૫ - ૬ ના ઉદયે ૧ - ૨ - ૧ કુલ ૪ ચોવીશી અને ૯૬ ઉદયભાંગા સંભવે છે.
- નવમા ગુણઠાણે પાંચના બંધે એક વેદ અને એક સંવલનકષાય એમ ૨ નો ઉદય અને તેના ૩ ૪ ૪ = ૧૨ ઉદયભાંગા સામાન્ય સંવેધની જેમ જાણવા. નવમાના બીજા ભાગે ચારનો બંધ અને એક કષાયનો જ ઉદય હોવાથી ૪ ઉદયભાંગા જાણવા. પુરુષવેદના બંધના વિચ્છેદની સાથે વેદનો ઉદય પણ અટકી જાય છે. માટે
એકનો ઉદય અને તેના ચાર ઉદય ભાંગા સમજવા-કેટલાક આચાર્યો વેદનો બંધ વિચ્છેદ થવા છતાં થોડા સમય સુધી વેદનો ઉદય ચાલુ રહે છે એમ માને છે. તેથી ચારના બંધે પ્રારંભમાં કેટલોક કાલ બે નો ઉદય અને બાર ઉદયભાંગા અને કેટલાક કાલ પછી એકનો ઉદય અને ચાર ઉદયભાંગા હોય છે. એમ મતાન્તરે જાણવું.
આ જ રીતે નવમાના ત્રીજા ભાગે ત્રણનો બંધ, એકનો ઉદય અને ત્રણ ઉદયભાંગા, ચોથા ભાગે બે નો બંધ, એકનો ઉદય અને બે ઉદય ભાંગા, અને પાંચમા ભાગ ૧ નો બંધ, ૧ નો ઉદય અને ૧ ઉદય ભાગો, સામાન્ય સંવેધની જેમ જાણવો. કુલ એકના ઉદયના ૪ + ૩ + ૨ + ૧ = ૧૦ ઉદયભાંગા અને એના ઉદયના ૧૨ ઉદયભાંગા મળીને કુલ ૨૨ ઉદયભાંગા સ્વમતે નવમે ગુણઠાણે હોય છે અને મતાન્તરે ૧૨ + ૧૨ + ૧૦ = ૩૪ ઉદયભાંગા નવમા ગુણઠાણે હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org