SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૪૯-૫૦-૫૧ ૧૫૯ સાસ્વાદને અનંતાનુબંધીનો ઉદય નિયમ હોય છે. પરંતુ મિથ્યાત્વનો ઉદય હોતો જ નથી. તેથી અનંતાનુબંધી આદિ ૪ કષાય, એક યુગલ, અને એક વેદ એમ ૭ નો ઉદય જઘન્યથી જાણવો. તેની ૧ ચોવીશી, તેમાં ભય અથવા જુગુપ્સાનો ઉદય ગણવાથી ૮ નો ઉદય, અને તેની ૨ ચોવીશી, તથા ભય-જુગુપ્સા એમ બન્નેનો ઉદય ગણવાથી ૯ નો ઉદય, તેની ૧ ચોવીશી. એમ કુલ ૪ ચોવીશી અને ૯૬ ઉદયભાંગા જાણવા. મિશ્ર ગુણસ્થાનકે અનંતાનુબંધી કષાયનો ઉદય નથી. પરંતુ મિશ્રમોહનીયનો ઉદય થાય છે. તેથી ૧ મિશ્રમોહનીય, ૩ કષાય, એક યુગલ અને ૧ વેદ એમ ૭ નો ઉદય જઘન્યથી હોય છે. તેની ૧ ચોવીશી થાય છે. તેમાં ભય-જુગુપ્સાનો વારાફરતી ઉદય ગણવાથી ૮ નો ઉદય અને તેની ૨ ચોવીશી થાય છે. બન્નેનો ઉદય સાથે થાય ત્યારે ૯ નો ઉદય અને તેની ૧ ચોવીશી થાય છે. આ રીતે મિશ્રગુણસ્થાનકે ૭ ની ૧, ૮ ની ૨, અને ૯ ની ૧ મળીને ૪ ચોવીશી અને ૯૬ ઉદયભાંગા થાય છે. અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૬-૭-૮-૯ એમ ૬ થી ૯ સુધીનાં ચાર ઉદયસ્થાનક અને ૮ ચોવીશી ઉદયભાંગા થાય છે. ચોથે ગુણસ્થાનકે ઔપથમિક-સાયિક અને ક્ષાયોપથમિક એમ ત્રણ પ્રકારનાં સભ્યત્વ હોય છે. ત્યાં ઔપશમિક અને ક્ષાયિકને સમ્યક્વમોહનીય ઉદયમાં હોતી નથી. અને ક્ષાયોપથમિકવાળાને સમ્યક્ત મોહનીય ઉદયમાં હોય છે. તેથી ૩ કષાય, એક યુગલ અને ૧ વેદ એમ ઓછામાં ઓછી ૬ પ્રકૃતિઓનો ઉદય ચોથે ગુણઠાણે હોય છે અને તે ઔપશમિક તથા ક્ષાયિકને જ હોય છે. ત્યાં ૧ ચોવીશી થાય છે. તેમાં ભય-જુગુપ્સા અને સમ્યક્વમોહનીય આ ત્રણમાંથી કોઈપણ 1 ઉમેરીએ તો ૭ નો ઉદય થાય છે ત્યાં ૩ ચોવીશી થાય છે. ભય-જુગુપ્સા અને સમ્યક્વમોહનીય આ ત્રણમાંથી કોઈપણ બે ઉમેરીએ તો ૮ નો ઉદય થાય છે. ત્યાં પણ ૩ ચોવીશી થાય છે. અને ત્રણે ઉમેરીએ તો ૯ નો ઉદય થાય છે. ત્યાં એક જ ચોવીશી થાય છે. આ રીતે ૬ ના ઉદયે ૧, ૭ ના ઉદયે ૩, ૮ ના ઉદયે ૩, અને ૯ ના ઉદયે ૧ મળીને કુલ ૮ ચોવીશી અને ૧૯૨ ઉદયભાંગા થાય છે. આ જ પ્રમાણે દેશવિરતિ નામના પાંચમા ગુણઠાણે અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય બાદ કરતાં ૫ - ૬ - ૭ - ૮ એમ ચાર ઉદયસ્થાનક, અને ભય-જુગુપ્સાસમક્વમોહનીયનો વારા પ્રમાણે ઉદય ગણતાં અનુક્રમે ૧ - ૩ - ૩ - ૧ એમ ૮ ચોવીશી અને ૧૯૨ ઉદયભાંગા થાય છે. ક્ષાયોપથમિક ભાવના ચારિત્રવાળાં જે ગુણસ્થાનક તે પ્રમત્ત-અપ્રમત્ત સમજવાં. કારણ કે આઠમા ગુણસ્થાનકથી કોઈપણ શ્રેણી શરૂ થાય છે. તેથી ઉપશમ અથવા ક્ષાયિક જ સમ્યક્ત ત્યાં હોઈ શકે છે. ત્યાંથી આગળ ઉપશમ શ્રેણીમાં મોહને ઉપશમાવે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy