________________
૧૫૬
ગાથા : ૪૮
છટ્ટો કર્મગ્રંથ
આયુષ્ય બાંધ્યા હોય તો ઉપશમશ્રેણી પ્રારંભાતી નથી. તેથી બંધકાલ પૂર્વેનો ૧, અને બંધકાલ પછીનો દેવ-મનુષ્યાયુષ્યની સત્તાવાળો ૧, એમ મનુષ્યગતિના ૯ ભાંગામાંથી પહેલો અને નવમો આ બે જ ભાંગા આ ૪ ગુણસ્થાનકોમાં ઉપશમશ્રેણી આશ્રયી હોય છે. ક્ષપક શ્રેણીને આશ્રયી તો આ બે ભાંગામાંથી પણ પહેલો એક જ “અબંધ, મનુષ્યાયુષ્યનો ઉદય અને મનુષ્યાયુષ્યની સત્તા” વાળો ભાંગો હોય છે. કારણ કે કોઈપણ આયુષ્ય જો બંધાયેલું હોય તો ક્ષપકશ્રેણી પ્રારંભાતી નથી.
(૧૨-૧૩-૧૪) આ ત્રણ ગુણસ્થાનકોમાં મનુષ્યગતિનો પ્રથમ નંબરનો એક જ ભાંગો સંભવે છે. કારણ કે આ ગુણઠાણાવાળા જીવો તદ્ભવ મોક્ષગામી હોવાથી કોઈ આયુષ્ય બાંધતા નથી કે કોઈ આયુષ્ય બાંધેલું પણ હોતું નથી. આ પ્રમાણે ચૌદે ગુણસ્થાનકોમાં આયુષ્યકર્મના ભાંગા જાણવા. ॥ ૪૭ ||
गुणठाणएसु अट्ठसु, इक्किक्कं मोहबंधठाणं तु । પંચ અનિયકિાળે, વન્ધોવમો પરં તત્તો ।। ૪૮ । गुणस्थानकेषु अष्टसु, एकैकं मोहबन्धस्थानं तु । પદ્મ અનિવૃત્તિસ્થાને, વન્ધોપરમ: પરં તતઃ ।। ૪૮ ।।
ગાથાર્થ - પ્રથમનાં આઠ ગુણસ્થાનકોમાં મોહનીય કર્મના ૧૦ બંધસ્થાનકોમાંથી એક એક બંધસ્થાનક હોય છે. અનિવૃત્તિકરણ નામના નવમા ગુણઠાણે પાંચ બંધસ્થાનક હોય છે. ત્યારબાદ બંધનો ઉપરમ (વિરામ) હોય છે. ॥ ૪૮ ૫
વિવેચન - ગાથાના અર્થ પ્રમાણે ભાવાર્થ સુગમ છે. મિથ્યાત્વ નામના પહેલા ગુણસ્થાનકથી અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનક સુધીનાં આઠ ગુણસ્થાનકોમાં મોહનીય કર્મનાં એક-એક બંધસ્થાનક હોય છે. તે બંધસ્થાનક તથા તેના બંધ ભાંગા પૂર્વે ૧ થી ૩૪ ગાથાના વિવેચનમાં જેમ કહ્યા છે તેમ જાણી લેવા.
પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૨૨ નો બંધ, ૬ બંધભાંગા જાણવા. બીજા સાસ્વાદને ૨૧ નો બંધ અને નપુંસકવેદનો બંધ ન હોવાથી ૪ બંધભાંગા સમજવા. ત્રીજા-મિશ્રગુણસ્થાનકે તથા ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૭ નો બંધ અને માત્ર પુરુષવેદ જ બંધાતો હોવાથી ૨ બંધ ભાંગા સમજવા. પાંચમા ગુણઠાણે ૧૩ નો બંધ અને ૨ બંધભાંગા. છટ્ટે-સાતમે અને આઠમે ગુણઠાણે ૯ નો બંધ અને ૨ બંધ ભાંગા હોય છે. પરંતુ તેમાં એટલી વિશેષતા છે કે સાતમે-આઠમે ગુણઠાણે અતિ-શોકનો બંધ ન હોવાથી હાસ્ય-રતિના યુગલવાળો ૧ જ બંધભાંગો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org