________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૪૭
૧૫૫
(૩) ત્રીજા મિશ્રગુણઠાણે વર્તતા કોઈપણ ગતિના કોઈપણ જીવો પરભવનું આયુષ્ય બાંધતા જ નથી. તેથી ચારે ગતિના આયુષ્યકર્મના પ ૯ - ૯ - ૫ ભાંગામાંથી બધ્યમાનાવસ્થાભાવી અનુક્રમે ૨ ૪ - ૪ - ૨ આમ કુલ ૧૨ ભાંગા બાદ કરતાં બાકીના ૧૬ ભાંગા હોય છે.
-
=
(૪) ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે મિશ્રગુણઠાણાવાળા ૧૬ ભાંગા તો હોય જ છે. તદુપરાંત ચારે ગતિમાં શુભાયુષ્યના બંધવાળો એક એક ભાંગો અધિક પણ સંભવે છે. કારણ કે ત્રીજે ગુણઠાણે વર્તતો જીવ ભલે આયુષ્યકર્મ ન બાંધે પણ ચોથે ગુણઠાણે વર્તતો જીવ આયુષ્યકર્મ બાંધે છે. તેમાં પણ દેવ-નારકીના જીવો નિયમા શુભ એવા મનુષ્યાયુષ્યને જ બાંધે છે. અને તિર્યંચ-મનુષ્યના જીવો શુભ એવા દેવાયુષ્યને જ બાંધે છે. બાકીનાં નરક-તિર્યંચ અને મનુષ્યનાં આયુષ્ય સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો બાંધતા નથી. તેથી ૧૬ + ૪ મળીને કુલ ૨૦ ભાંગા હોય છે. (૫) પાંચમા દેશિવેરિત ગુણઠાણે ૧૨ ભાંગા આયુષ્યકર્મના હોઈ શકે છે. કારણ કે પાંચમું-ગુણઠાણું ફક્ત તિર્યંચ-મનુષ્યોને જ હોય છે. દેવ-નારકીને નહીં. આ તિર્યંચ-મનુષ્યો નિયમા સમ્યગ્દષ્ટિ જ હોવાથી ફક્ત એક દેવનું જ આયુષ્ય બાંધે છે. તેથી બન્ને ગતિમાં બંધપૂર્વેનો ૧ ૧, અંધકાલનો દેવાયુષ્યના બંધનો ૧ અને બંધકાલ પછીના ૪ - ૪ ભાંગા હોય છે. કારણ કે મિથ્યાત્વાદિ ગુણઠાણે નરકાયુષાદિ ચારે આયુષ્યો બાંધનારા જુદા જુદા જીવો તે તે આયુષ્ય બાંધીને પાંચમે ગુણઠાણે આવી શકે છે. આ પ્રમાણે તિર્યંચ ગતિ, અને મનુષ્ય ગતિના પૂર્વાવસ્થાભાવી ૧ ૧, બધ્યમાનાવસ્થાભાવી ૧ ૧, અને પશ્ચાદવસ્થાભાવી ૪ - ૪, મળીને કુલ ૧૨ ભાંગા આયુષ્યકર્મના પાંચમે ગુણઠાણે હોઈ શકે છે.
-
-
૧,
-
(૬-૭) પ્રમત્ત-અપ્રમત્ત એમ બન્ને ગુણઠાણે ૬ ભાંગા જ હોય છે. કારણ કે આ બન્ને ગુણસ્થાનકો માત્ર મનુષ્યને જ હોય છે. શેષ ત્રણ ગતિમાં નહીં. તેથી મનુષ્યગતિનો બંધ કાલ પૂર્વેનો ૧, બંધકાલનો દેવાયુષ્યના બંધનો ૧, અને બંધ કાલ પછીના ચાર, એમ કુલ ૬ ભાંગા હોય છે. મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે જુદા-જુદા જીવો જુદાં જુદાં ચારે આયુષ્ય બાંધીને પરિણામોની પરાવૃત્તિએ છટ્ટે-સાતમે આવી શકે છે.
(૮-૯-૧૦-૧૧) આ ચાર ગુણસ્થાનકોમાં ઉપશમશ્રેણીને આશ્રયી આયુષ્યકર્મના ૨ ભાંગા હોય છે. આ ગુણસ્થાનકો મનુષ્યને જ હોય છે. તથા આયુષ્ય સાતમા ગુણઠાણા સુધી જ બંધાતું હોવાથી અહીં આયુષ્યનો અબંધ છે. બધ્યમાનકાલના ચાર ભાંગામાંથી એક પણ ભાંગો સંભવતો નથી. તથા કોઈપણ આયુષ્ય ન બંધાયું હોય તો અથવા માત્ર દેવાયુષ્ય બંધાયુ હોય તો જ ઉપશમશ્રેણી પ્રારંભાય છે. શેષ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org