________________
૧૫૭
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૪૯-૫૦-૫૧ નવમા અનિવૃત્તિ બાદર નામના એક જ ગુણસ્થાનકમાં ૫ - ૪ - ૩ - ૨ - ૧ નું એમ કુલ પાંચ બંધસ્થાનકો, આ ગુણસ્થાનકના પાંચ ભાગમાં એક એક ભાગે એક એક બંધસ્થાનક હોય છે. તેના બંધભાંગા પણ એક-એક જ હોય છે. ત્યારબાદ દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે અને ઉપશાન્તમોહ ગુણસ્થાનકે મોહનીયકર્મનો બંધ જ સંભવતો નથી. કારણ કે મોહનીયકર્મના બંધનો હેતુ જે બાદરકષાયોદય છે. તે આ બન્ને ગુણઠાણે નથી. માટે અબંધ (બંધનો અભાવ) છે.
બંધસ્થાનકોનો કાળ આ પ્રમાણે છે. મિથ્યાત્વે જે ૨૨ નો બંધ છે. તેનો કાળ અભવ્યને આશ્રયી અનાદિ-અનંત, ભવ્યને આશ્રયી અનાદિ-સાન્ત, અને સભ્યત્વથી પડેલાને આશ્રયી સાદિ-સાન્ત, તેનો કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુગલ પરાવર્ત. બીજા ગુણઠાણે ૨૧ નો જે બંધ છે. તેનો કાલ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા. ત્રીજા-ચોથા ગુણઠાણે જે ૧૭ નો બંધ છે. તેનો કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક તેત્રીસ સાગરોપમ. પાંચમા ગુણઠાણે તેરનો બંધ અને છટ્ઠ-સામે-ગુણઠાણે જે નવનો બંધ છે. તે બન્નેનો કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ. આઠમે ગુણઠાણે નવના બંધનો કાલ તથા નવમા ગુણઠાણે પ - ૪ - ૩ - ૨ - ૧ ના જે બંધો છે. તે દરેકનો ઉપશમશ્રેણી આશ્રયી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત તથા ક્ષપકશ્રેણી આશ્રયી જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને રીતે અંતર્મુહૂર્ત કાલ જાણવો. || ૪૮ //
सत्ताइ दस उ मिच्छे, सासायणमीसए नवुक्कोसा । छाई नव उ अविरए, देसे पंचाइ अद्वैव ॥ ४९ ।। विरए खओवसमिए, चउराई सत्त छच्चपुव्वम्मि । अणिअट्टिबायरे पुण, इक्को व दुवे व उदयंसा ॥ ५० ॥ एगं सुहुमसरागो, वेएइ अवेयगा भवे सेसा । भंगाणं च पमाणं, पुव्वुद्दिटेण नायव्वं ॥ ५१ ॥ सप्तादीनि दश तु मिथ्यात्वे, सास्वादनमिश्रके नवोत्कृष्टात् । षडादीनि नव त्वविरते, देशे पञ्चादीनि अष्टैव ॥ ४९ ॥ विरते क्षायोपशमिके, चतुरादीनिः सप्त षट् चापूर्वे ।। अनिवृत्तिबादरे पुनः एकं वा द्वे वा उदयस्थाने ॥ ५० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org