________________
૫ ૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૧૩-૧૪
આવરણો આવૃત કરે છે. તેમ આ કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય કર્મો જીવના મૂળભૂત જ્ઞાન-દર્શન ગુણને હણે છે. માટે સર્વઘાતી છે. અને જીવ સ્વભાવે અનાવૃત રહેલા (નહી ઢંકાયેલા) તે જ્ઞાન-દર્શનના અંશમાત્રને (દેશ માત્રને) શેષ કર્મો યોગ્યતા પ્રમાણે આવૃત કરે છે. આ પ્રમાણે આ સાત આવરણો અંશમાત્રને હણનાર હોવાથી દેશઘાતી છે.
તથા બીજી યુક્તિ એવી પણ છે કે જે કર્મોનો ઉદય અને ક્ષયોપશમ સાથે ન હોય અર્થાત્ કર્મોનો ઉદય ચાલુ હોય ત્યારે ગુણો યત્કિંચિતપણે પણ ઉઘાડા (અનાવૃત) ન હોય તે સર્વઘાતી કહેવાય છે. ઉપરની વ્યાખ્યા કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય કર્મોમાં લાગુ પડે છે. કારણ કે આ બે કર્મોનો ઉદય બારમા ગુણસ્થાન સુધી જ્યારે ચાલતો હોય છે. ત્યારે કેવલજ્ઞાન અને કેવલદર્શન અંશતઃ પણ ઉઘડતાં નથી. તે બે આવરણીય કર્મોનો ક્ષયોપશમ થતો જ નથી. તેથી તે બે કર્મો સર્વઘાતી છે. અને શેષ સાત આવારકકર્મો પોતાનો ઉદય ચાલુ હોય તેવા કાળે ક્ષયોપશમ ભાવવાળા હોય છે. સ્વ આવાર્ય ગુણના અંશની અનાવૃતતા પણ હોય છે. અને કંઈક અંશની આવૃતતા પણ હોય છે. તેથી તે સાત કર્મો દેશઘાતી છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન આ ત્રણ ગુણો પોતાના આવારક કર્મોનો ઉદય ચાલુ હોવા છતાં અંશતઃ સર્વજીવોને પ્રગટ હોય જ છે. અને અવધિજ્ઞાન, અવધિદર્શન, ચક્ષુદર્શન અને મન:પર્યવજ્ઞાન આ ચાર ગુણો પોતાના આવારક કર્મોનો ઉદય હોતે છતે પણ કેટલાક જીવોને પ્રગટ થાય છે. તેથી તે સાતે કર્મો દેશઘાતી છે.
પ્રશ્ન - જે જીવોને અવધિજ્ઞાન, અવધિદર્શન, ચક્ષુદર્શન અને મન:પર્યવજ્ઞાન આ ચાર ગુણોમાંના જે જે ગુણો અપ્રાપ્ત હોય તેવા જીવોને તો તે તે આવારક કર્મો સર્વઘાતી કહેવાય કે ન કહેવાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org