________________
४८
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૧૨
પ્રશ્ન- એકલું આહારકસપ્તક સત્તામાં હોય એવો જીવ અને એકલું જિનનામકર્મ સત્તામાં હોય એવો જીવ જો મિથ્યાત્વે જાય તો ત્યાં વધારેમાં વધારે કેટલો કાળ રહે?
ઉત્તર–આહારકસપ્તકની સત્તાવાળો જીવ મિથ્યાત્વે “પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ” રહે. કારણ કે અપ્રમત્તાદિગુણઠાણે આહારક બાંધીને
જ્યારે તે જીવ પડે છે ત્યારે અવિરતિના નિમિત્તે તે આહારકસપ્તકની ઉદ્ગલના શરૂ કરે છે. જે ઉદ્ગલના પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ સુધી ચાલે છે. તેથી ત્યાં સુધી જ તેની સત્તા હોય છે. ત્યારબાદ તેની સત્તા હોતી નથી. આ વાત ગાથામાં કહી નથી. પરંતુ કર્મપ્રકૃતિ આદિ ગ્રન્થાન્તરમાં કહેલી હોવાથી ત્યાંથી જાણી લેવી. આહારકસપ્તકની ઉદ્વલના થયા પછી ઘણો અધિકકાળ પણ મિથ્યાત્વે રહે છે. પરંતુ આહારકની સત્તા પલ્યો.ના અસં. ભાગ સુધી જ મિથ્યાત્વ હોય છે. હવે એકલું જિનનામ સત્તામાં હોય તો મિથ્યાત્વે કેટલો કાળ રહે? તે સમજાવે છે.
અંતમુહૂર્ત ભવે નિત્યેક તીર્થકર નામકર્મ સત્તામાં હોતે છતે આ જીવ અંતર્મુહૂર્તમાત્ર મિથ્યાદષ્ટિ થાય છે. એટલે કે જે જીવે પૂર્વે મિથ્યાત્વાવસ્થામાં જ નરકાયુષ્ય કર્મ બાંધ્યું છે. અને ત્યારબાદ લાયોપથમિક સમ્યકત્વ પામ્યો છે. અને જિનનામકર્મ બાંધ્યું છે. તે જીવ નરકમાં ઉત્પન્ન થવાનો કાળ આવે ત્યારે મૃત્યુ પામતાં પહેલાં એક અંતર્મુહૂર્ત મિથ્યાત્વે જાય છે અને મરીને નરકમાં જઈને સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરે ત્યાં સુધી મિથ્યાત્વે રહે છે. ત્યારબાદ અવશ્ય સમ્યકત્વ પામે જ છે. તેથી આ વચગાળાનો કાળ બન્ને ભવસંબંધી એક એક અંતર્મુહૂર્ત= બન્ને મળીને પણ મોટા એક અંતર્મુહૂર્ત માત્ર કાળ જિનનામની સત્તા પહેલે હોય છે.
પ્રશ્ન-મિથ્યાત્વે જિનનામકર્મની અંતર્મુહૂર્ત સત્તા ઘટાવવામાં ક્ષયોપશમ સમ્યકત્વવાળો જ જીવ કેમ કહ્યો? ઉપશમ સમ્યકત્વવાળો જીવ પણ જિનનામ બાંધી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org