________________
ગાથા : ૧૨
પાંચમો કર્મગ્રંથ
४७
કોઇક કોઇક જીવો કે જે સમ્યક્ત્વી હોતે છતે વિશિષ્ટ પરોપકાર આદિ કરવાના પરિણામવાળા અને જૈનશાસનના પરમરાગવાળા છે. તેવા જીવો જિનના બાંધીને ચૌદમા સુધી જઈ શકે છે તેથી તે જીવોને ત્યાં જિનનામની સત્તા હોય છે. અને પૂર્વે નરકાયુષ્ય બાંધીને ક્ષયોપશમસમ્યકત્વ પામી જિનનામ બાંધી નરકમાં જવાના અવસરે જે જીવ મિથ્યાત્વે જાય છે તેવા જીવને મિથ્યાત્વે પણ અંતર્મુહૂર્તકાળ જિનનામની સત્તા હોય છે. પરંતુ સમ્યકત્વ પામવા છતાં વિશિષ્ટ પ્રકારનો સવિ જીવ કરૂં શાસનરસીની ભાવનાવાળો જિનનામના બંધના હેતુભૂત પરિણામ જે જીવોમાં નથી હોતો, તે જીવો જિનનામ બાંધ્યા વિના જ ચૌદમા સુધી જઈ શકે છે અને મિથ્યાત્વે પણ જઈ શકે છે, તેઓને જિનનામની સત્તા નથી. આ પ્રમાણે બાર ગુણઠાણામાં જિનનામની સત્તા વિકલ્પ હોય છે. તથા જિનના બાંધ્યા પછી તે જીવો તેવા પ્રકારના પોતાના સ્વભાવના કારણે જ બીજે-ત્રીજે ગુણઠાણે આવતા નથી. માટે ત્યાં જિનનામની સત્તા તથાસ્વભાવે જ સંભવતી નથી. બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે
तित्थयरेण विहीणं, सीयालसयं तु संतए होइ । सासायणमि उ गुणे, सम्मामीसेसु य पयडीणं ॥
અર્થ-તીર્થંકર નામકર્મ વિના ૧૪૭ની સત્તા સાસ્વાદન અને મિશગુણસ્થાનકે હોય છે.
તેથી જીવના તથાસ્વભાવના કારણે જ બીજે-ત્રીજે જિનનામની સત્તા સંભવતી નથી.
નમસ્તે મિચ્છો= આહારકસતક અને જિનનામ એમ ઉભયની સત્તાવાળો જીવ મિથ્યાદષ્ટિ થતો નથી. તેનું કારણ પણ તથા સ્વભાવ જ જાણવો. આવી ઉત્તમ પુણ્યપ્રકૃતિઓનો સમૂહ હોતે છતે જીવ મિથ્યાત્વે જતો નથી. પરંતુ એકલું આહારકસતક અથવા એકલું જિનનામકર્મ સત્તામાં હોય તો આ જીવ ક્યારેક મિથ્યાત્વે જાય પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org