________________
૩૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮-૯
અહીં સ્વપજ્ઞટીકામાં કહેલો વા શબ્દ સંપ્રતત્રસર્વશ્ય વસ્થાभावाद् वा विहितैतबन्धस्य स्थावरभावं गतस्य स्थितिक्षयेण मेम જોડવો. તથા સ્થિતિક્ષuT= શબ્દનો અર્થ સર્વત્રની સ્થિતિ-ક્ષત્રિ એટલે કે ઉદ્દલના કરવા દ્વારા જ્યારે સ્થિતિનો ક્ષય થાય ત્યારે આ અગિયાર પ્રકૃતિઓની સત્તા હોતી નથી એમ અર્થ કરવો. પરંતુ સ્તિબૂકસંક્રમ આદિ અન્યસંક્રમો વડે ક્રમશઃ પ્રદેશોદયથી ભોગવવા આદિ દ્વારા થતો જે સ્થિતિનો ક્ષય, તેના દ્વારા નિ:સત્તાક થાય ત્યારે સત્તા હોતી નથી એમ અર્થ ન કરવો. કારણ કે તેમ કરવામાં સેંકડો સાગરોપમ કાળ જાય. તેના પહેલાં જ પલ્યોપમ માત્રના અસંખ્યાતમાં ૧-૨ ભાગ ગયે છતે જ ઉવલના દ્વારા નિઃસત્તાક થઇ જ જાય છે. તેથી તિબ્બકાદિ અન્યસંક્રમો કરવા દ્વારા સ્થિતિનો ક્ષય કરવાનો રહેતો જ નથી.
(૪) ચાર આયુષ્ય-સર્વે જીવોને સામાન્યથી પોતાના ભવનું ભોગવાતું એક જ આયુષ્ય સત્તામાં હોય છે. અને ત્રીજા ભાગ આદિમાં જ્યારે પરભવનું આયુષ્ય બાંધ્યું હોય અને તે પણ વિજાતીય ભવનું બાંધ્યું હોય તો ચાલુ ભવનું એક અને પરભવનું એક એમ કુલ બે આયુષ્ય જ સત્તામાં હોય છે. પરંતુ એકી સાથે એક જીવને ચાર આયુષ્યની સત્તા કદાપિ હોતી નથી. તેથી તે ચારે આયુષ્ય અધુવસત્તા છે. તથા સ્થાવર, વિક્લેન્દ્રિય અને નારકી જીવોને દેવાયુષ્યની, સ્થાવર, વિક્લેન્દ્રિય અને દેવોના જીવોને નરકાયુષ્યની, નવમા દેવલોકથી બારમા દેવલોક સુધીના દેવો, રૈવેયકદેવો અને અનુત્તરવાસી દેવોને તિર્યંચાયુષ્યની, અને તેઉકાય, વાઉકાય તથા સાતમી નારકીના જીવોને મનુષ્યાયુષ્યની સત્તા બંધના અભાવે હોતી નથી. આ કહેલા સર્વે જીવોમાં અનુત્તરદેવો વિના શેષ સર્વે અનાદિ મિથ્યાત્વી હોઇ શકે છે. સમ્યકત્વાદિ વિશિષ્ટ ગુણ ન પામ્યા હોય તેવા જીવો ઉપરોક્ત સર્વે ભવોમાં હોય છે. છતાં નિયત સત્તા નથી માટે અધુવસત્તા કહી છે.
(૫) જિનનામકર્મ=આ કર્મના બંધને યોગ્ય એવો પરોપકાર કરવાનો પરિણામ અને જૈનશાસન ઉપરનો પ્રશસ્ત રાગાત્મક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org