________________
ગાથા : ૮-૯
પાંચમો કર્મગ્રંથ
૩૭
સુધી આ ત્રણ પ્રકૃત્તિઓની સત્તા હોતી નથી. આવા જીવો અનાદિ મિથ્યાત્વી હોવા છતાં ઉદ્વલના કર્યા પછી આ ત્રણ પ્રકૃતિની સત્તા વિનાના થાય છે. તેથી ધ્રુવસત્તાની વ્યાખ્યા લાગતી નથી. તથા જે જીવો અનાદિકાળથી ત્રપણું પામ્યા જ નથી. તેવા જીવોને ઉચ્ચગોત્રનો બંધ ન હોવાથી સત્તા નથી અને શેષ જીવો આ ત્રણની સત્તાવાળા હોય છે. માટે આ ત્રણ પ્રકૃતિઓ અધુવસત્તાક છે..
(૩) વૈક્રિય એકાદશ=(ક્રિયસતક-દેવદ્ધિક અને નરકહિક) જે જીવો અનાદિકાળથી એકેન્દ્રિય-વિકલેન્દ્રિય જ છે. પંચેન્દ્રિયનો ભવ પામ્યા જ નથી. તેઓને ભવસ્વભાવે જ આ અગિયાર પ્રકૃતિઓ બંધાતી ન હોવાથી સત્તામાં હોતી નથી. તથા જે જીવો પંચેન્દ્રિયનો ભવ પામીને આ અગિયાર પ્રકૃતિઓ બાંધીને પુનઃ એકેન્દ્રિયમાં જાય છે. તે જીવોને એકેન્દ્રિયના ભવની પ્રાપ્તિના સ્વભાવે જ આ અગિયાર પ્રકૃતિની ઉદ્દલના શરૂ થાય છે. પલ્યોપમના એક અસંખ્યાતમા ભાગ સુધીમાં દેવદ્વિકની અથવા નરકદ્ધિકની ઉદ્ગલના થાય છે. અને પલ્યોપમના બીજા અસંખ્યાતમા ભાગ સુધીમાં શેષ નવની ઉવલના સમાપ્ત થાય છે. તેથી જ્યાં સુધી ઉક્વલના ચાલુ હોય ત્યાં સુધી સત્તા હોય છે. અને જ્યારે ઉદ્વલના સમાપ્ત થાય છે. ત્યારબાદ સત્તા હોતી નથી. તથા અનાદિ એકેન્દ્રિયને તો બંધના અભાવે સત્તા હોતી જ નથી. આ રીતે અનાદિ મિથ્યાત્વી જીવને આ અગિયાર પ્રકૃતિની સત્તા અનિયત હોવાથી અધુવસત્તા જાણવી. આ માટેનો સ્વોપજ્ઞ ટીકામાં આ પ્રમાણે પાઠ છે. તથા વૈદિકલિશ સંપ્રાપ્તત્રિત્વચ વન્યામાવત્િ विहितैतबन्धस्य स्थावरभावं गतस्य स्थितिक्षयेण वा सत्तायां न નમ્યા ત્રસત્વને ન પામેલા જીવોને બન્ધનો અભાવ હોવાથી, અથવા (ત્રપણું પામીને) આ પ્રકૃતિઓનો કર્યો છે બંધ જેણે એવા જીવોને સ્થાવરભાવને પામ્યા છતા (ઉવલના દ્વારા) સ્થિતિનો ક્ષય થયે છતે આ અગિયાર પ્રકૃતિઓની સત્તા સંભવતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org