________________
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭
ધ્રુવોદયી કહેવાય છે. આ વ્યાખ્યા મિશ્રમોહનીયમાં ઘટતી નથી. કારણ કે પહેલે-બીજે તેનો ઉદય નથી અને ત્રીજે ઉદય છે. માટે ત્યાં સુધીનાં ત્રણે ગુણસ્થાનકોમાં નિરંતર ઉદય જો હોત તો ધ્રુવોદયી કહેત. પરંતુ ત્રીજા સુધીમાં સર્વત્ર ઉદય ન હોવાથી મિશ્રમોહનીય અધુવોદયી કહેલ છે.
પ્રશ્ન-જેમ નિદ્રાપંચકનો ઉદય નિદ્રાકાળે થાય છે અને જાગૃતિ કાળે વ્યવચ્છેદ પામે છે પુનઃ નિદ્રાકાળે શરૂ થાય છે એમ વ્યવચ્છેદ પામીને પુનઃ પણ ઉદય થાય છે. તેથી અઘુવોદયી છે. તેવી જ રીતે મિથ્યાત્વમોહનીયનો ઉદય પણ સમ્યકત્વાદિ પામે ત્યારે વ્યવચ્છેદ પામે છે. અને ત્યાંથી પડીને પહેલે આવે ત્યારે પુનઃ શરૂ થાય છે તો નિદ્રાપંચકની જેમ મિથ્યાત્વમોહનીયને પણ વ્યવચ્છેદ પામીને પુનઃ ઉદય થાય છે માટે ઉદયને આશ્રયી અધુવોદયી કહેવી જોઈએ?
ઉત્તર– ઉપરના ગુણસ્થાનકના કારણે જેનો ઉદય વ્યવચ્છેદ પામે અને તે ઉપરનું ગુણસ્થાનક ચાલ્યું જવાથી પુનઃ જેનો ઉદય શરૂ થાય તેને અધુવોદયી કહેવાય. એવી અધુવોદયીની વ્યાખ્યા અમે કરી નથી. પરંતુ ઉપરના ગુણસ્થાનકના કારણે જેનો ઉદય હજુ વ્યવચ્છેદ પામ્યો નથી. છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિ સામગ્રીના સદ્ભાવે જેનો ઉદય કદાચિત્ હોય અને તે સામગ્રીના અભાવે જેનો ઉદય કદાચિતું ન હોય તેને અઘુવોદયી કહેવાય એવું અધુવોદયનું લક્ષણ કહ્યું છે. મિથ્યાત્વમોહનીયનો ઉદય પહેલા ગુણસ્થાનકે કહેલો છે. ત્યાં પહેલા ગુણઠાણે જ જો દ્રવ્યાદિ કારણોને લીધે ક્યારેક ઉદય હોત અને ક્યારેક ઉદય ન હોત તો અધુવોદયી કહેવાત. પરંતુ એવું નથી તે ગુણસ્થાનકે આ પ્રકૃતિ ગમે તેવા દ્રવ્ય-ક્ષેત્રાદિ હોય તો પણ સતત ઉદયમાં છે જ. માટે ધ્રુવોદયી જ છે. અને નિદ્રાપંચક પોતાના ઉદય વ્યવચ્છેદ સુધીના ગુણસ્થાનકોમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર કાળ-ભાવાદિના કારણે ક્વચિત્ ઉદયમાં છે. અને ક્વચિત્ ઉદયમાં નથી. માટે અધુવોદયી છે. આ પ્રમાણે ૯૫ પ્રકૃતિઓ અધુવોદયી સમજાવી. IIછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org