________________
ગાથા : ૯૮
પાંચમો કર્મગ્રંથ
અંતરકરણ કરવાથી નીચેની સ્થિતિને પ્રથમસ્થિતિ-નાનીસ્થિતિ અને ઉપરની સ્થિતિને દ્વિતીયસ્થિતિ તથા મોટી સ્થિતિ કહેવાય છે.
૪૪૩
ઉદયમાં વર્તતા ૧ સંજ્વલનકષાય અને ઉદયમાં વર્તતા એક વેદની પ્રથમસ્થિતિ સ્વઉદયકાળ પર્યન્ત (અંતર્મુહૂર્ત) અને બાકીની અનુદયવતી ૧૧ કષાય અને ૮ નોકષાય એમ ૧૯ની પહેલી સ્થિતિ એક આલિકા માત્ર રાખે છે. અનુદયવતી ૧૯ ની પ્રથમસ્થિતિ જે ૧ આવલિકા પ્રમાણ છે. તે સ્તિબૂકસંક્રમથી ઉદયવાળા એવા સં. કષાયની અંદર અને વેદની અંદર સંક્રમાવે છે. તથા ઉદયવતી એવી સંજ્વલન કષાયની અને વેદની પ્રથમસ્થિતિ વિપાકોદયથી અનુભવીને સમાપ્ત કરે છે. અહીં અનિવૃત્તિકરણમાં વર્તતો જીવ બંધાતી પ્રકૃતિઓનો બંધ અંતઃકોડાકોડીમાંથી પ્રથમ અંતઃકોડી જેટલો કરે છે. પછી તેમાંથી અસંશી પં. જેટલો, ચરિન્દ્રિય જેટલો, તેઇન્દ્રિય જેટલો, બેઇન્દ્રિય જેટલો અને એકેન્દ્રિય જેટલો કરે છે. એ જ પ્રમાણે સત્તાગતસ્થિતિ પણ સ્થિતિઘાતાદિ વડે તોડી તોડીને હીન-હીન કરે છે. તથા કેટલીક પ્રકૃતિઓનો રસબંધ એકઠાણીઓ અને દેશઘાતી કરે છે. ઇત્યાદિ ઘણું વક્તવ્ય કહેવા જેવું છે. પરંતુ તે ગ્રન્થગૌરવના ભયથી અહીં લખતા નથી. કમ્મપયડીના ઉપશમનાં કરણથી સમજી લેવું.
Jain Education International
અંતરકરણના દલિકપ્રક્ષેપની વિધિ
૨૧ પ્રકૃતિઓના કરેલા અંતરકરણનું ઉકેરાતું દલિક ક્યાં નાંખે? તે સમજવા જેવું છે. આ નવમા ગુણઠાણે આ ૨૧ પ્રકૃતિઓમાંથી જે પ્રકૃતિઓનો બંધ અને ઉદય એમ બન્ને હોય તેનું અંતરકરણનું દલિક પોતાની પહેલી અને બીજી એમ બન્ને સ્થિતિમાં નાખે છે જેમ કે સં.ક્રોધ અને પુરુષવેદના ઉદયે શ્રેણી માંડી હોય તેવા જીવને સં.ક્રોધનું અને પુરુષવેદનું અંતરકરણનું દલિક પોતપોતાની બન્ને સ્થિતિમાં નખાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org