________________
પાંચમો કર્મગ્રંથ
જીવ પણ ઉપશમશ્રેણી માંડી શકે છે. અને દર્શનસપ્તકનો ક્ષય કરી ક્ષાયિક સમ્યક્ત્વ પામી (જો બદ્ધાયુ હોય તો જ) ૨૧ની સત્તાવાળો તે જીવ પણ ઉપશમશ્રેણી માંડી શકે છે. આ પ્રમાણે ઉપશમશ્રેણીના પ્રારંભકને ૨૮-૨૪ અથવા ૨૧ની સત્તા હોય છે.
૪૪૨
હવે ઉપશમશ્રેણીનો પ્રારંભ કરવા માટે (એટલે કે બાકી રહેલી મોહનીયની ૨૧ પ્રકૃતિઓને ઉપશમાવવા માટે) સૌથી પ્રથમ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો કરે છે. તેમાં પણ ઉપશમશ્રેણીનો પ્રારંભક એવો આ જીવ યથાપ્રવૃત્તકરણ નિયમા અપ્રમત્તગુણઠાણે, અપૂર્વકરણ આઠમા ગુણઠાણે અને અનિવૃત્તિકરણ નવમા ગુણઠાણે જ કરે છે. ત્રણ કરણોનું સ્વરૂપ પહેલાં કહ્યા પ્રમાણે જાણવું. સ્થિતિઘાતાદિ કાર્યો અપૂર્વકરણથી શરૂ થાય છે તથા અબધ્યમાન એવી સર્વે અશુભ પ્રકૃતિઓનો બધ્યમાન શુભમાં ગુણસંક્રમ પ્રવર્તે છે. એટલું અધિક જાણવું કારણ કે ગુણસંક્રમ અપૂર્વકરણ ગુણસ્થાનકથી જ શરૂ થાય છે.
ગાથા : ૯૮
અપૂર્વકરણનો એક સંખ્યાતમો ભાગ ગયે છતે નિદ્રાદ્વિકનો, બીજા સંખ્યાતા પાંચ ભાગ ગયે છતે દેવદ્વિકાદિ ૩૦નો અને બાકી રહેલો સંખ્યાતમો એક ભાગ ગયે છતે ચરમ સમયે હાસ્યાદિ ચતુષ્કનો બંધ વિચ્છેદ થાય છે. અને હાસ્યાદિ ષટ્સનો ઉદય વિચ્છેદ પણ થાય છે. તથા સર્વે કર્મોની દેશોપશમના, નિત્તિ અને નિકાચના સમાપ્ત થાય છે અને તે જ સમયે આઠમું ગુણસ્થાનક પણ પૂર્ણ થાય છે.
અપૂર્વકરણ સમાપ્ત કરીને આ જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. ત્યાં સ્થિતિઘાતાદિ પાંચે કાર્યો પહેલાંની જેમ જ પ્રવર્તે છે તથા અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગો ગયે છતે એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે ૧૨ કષાય અને ૯ નોકષાય એમ ૨૧ પ્રકૃતિઓને ઉપશમાવવા માટે એકવીસે પ્રકૃતિઓનું તે જીવ અંતરકરણ કરે છે એટલે એકવીસે પ્રકૃતિઓની સત્તામાં જે સ્થિતિ છે, તે સર્વ સ્થિતિના બે બે ભાગ પાડીને વચ્ચે અંતરકરણ (આંતરું) કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org