________________
ગાથા : ૨
પાંચમો કર્મગ્રંથ
૧૩
કષાયોદય કહ્યો તે બરાબર છે. પરંતુ નામકર્મની ધ્રુવબંધી ૯ અને ભય, જુગુપ્સા એમ ૧૧ પ્રકૃતિઓ બંધાય છે આઠમા સુધી અને બંધહેતુ જે કષાયોદય તમે કહો છો, તે દસમા સુધી છે. તો પછી આ ૧૧નો બંધહેતુ સંજવલનકષાયોદય કેમ કહેવાય? અને જો આ ૧૧ પ્રકૃતિઓનો બંધહેતુ સંજવલનનો ઉદય હોય તો દસમા સુધી આ ૧૧ પ્રકૃતિઓનો બંધ પણ હોવો જોઇએ?
ઉત્તર–આ અગિયાર પ્રકૃતિઓના બંધનો હેતુ સંજવલન કષાયોદય જ છે. પરંતુ તે ૧૧ પ્રકૃતિના બંધનો હેતુ બને તેવો કંઈક તીવ્ર સંજવલનકષાયોદય બંધહેતુ છે. એમ સમજવું. આ ૧૧ પ્રકૃતિઓનો બંધહેતુ બની શકે એવો તેવા પ્રકારનો કંઈક તીવ્ર સંજવલન કષાયોદય નવમે-દસમે ગુણઠાણે નથી. માટે તે તે પ્રકૃતિના બંધને યોગ્ય એવો સંજ્વલન કષાયોદય એ બંધહેતુ છે. એમ ૧૧ પ્રકૃતિમાં જાણવું. આ પ્રમાણે મિથ્યાત્વના બંધમાં મિથ્યાત્વોદય કારણ, સોળ કષાયના બંધમાં તે તે કષાયોદય કારણ, થિણદ્વિત્રિકના બંધમાં અનંતાનુબંધીનો ઉદય કારણ, અને શેષ ૨૭ પ્રકૃતિના બંધમાં તત્તબંધયોગ્ય સંજ્વલનકષાયોદય કારણ છે એમ જાણવું.
અથવા જે પ્રકૃતિઓનો બંધ કર્યસ્તવાદિમાં જે જે ગુણઠાણા સુધી કહ્યો છે ત્યાં સુધી અવશ્ય બંધ હોય જ તે ધ્રુવબંધી અને વિકલ્પ હોય તે અધુવબંધી કહેવાય એમ પણ અર્થ ઉપરોક્ત અર્થને અનુસારે થાય છે. તેથી મિથ્યાત્વનો બંધ પહેલા ગુણઠાણા સુધી, થિણદ્વિત્રિક તથા અનંતાનુબંધીનો બંધ બીજા ગુણઠાણા સુધી, અપ્રત્યાખ્યાનીયનો બંધ ચોથા સુધી, પ્રત્યાખ્યાનાવરણનો બંધ પાંચમા સુધી, નિદ્રાદ્ધિકનો બંધ ૮૧ ભાગ સુધી નામકર્મની ૯ પ્રકૃતિઓનો બંધ આઠમાના છઠ્ઠા ભાગ સુધી, ભય જુગુપ્સાનો બંધ આઠમાના સાતમા ભાગ સુધી, સંજવલનનો બંધ નવમા સુધી અને શેષ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો બંધ દસમા સુધી કર્મસ્તવાદિમાં કહ્યો છે અને ત્યાં સુધી અવશ્ય બંધાય જ છે. માટે પણ ધ્રુવબંધી છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org