SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પાંચમો કર્મગ્રંથ ગાથા : ૨ છે. અને બે સુધી જ અનંતાનુબંધીનો ઉદય હોય છે. એટલે સામાન્યથી ઉદય એ જ તે કષાયના બંધનું કારણ છે. છતાં મિથ્યાત્વે પ્રથમાવલિકામાં આવા જીવને અનંતાનુબંધીનો ઉદય ન હોવા છતાં બંધ થાય છે. તેથી મિથ્યાત્વનો ઉદય પણ અનંતાનુબંધીના બંધનું કારણ છે. પ્રશ્ન- તો પછી મિથ્યાત્વનો ઉદય એ જ અનંતાનુબંધીના બંધનો હેતુ છે. એમ જ કહોને! અનંતાનુબંધીના ઉદયને બંધહેતુ કેમ કહો છો! ઉત્તર–જો મિથ્યાત્વના ઉદયને જ અનંતાનુબંધીના બંધનો હેતુ કહેવામાં આવે તો સાસ્વાદન ગુણઠાણે મિથ્યાત્વનો ઉદય નથી. છતાં અનંતાનુબંધીનો બંધ છે, તે ઘટે નહીં. તેથી મુખ્યત્વે કષાયોદય જ બંધહેતુ છે. પરંતુ અપવાદે મિથ્યાત્વનો ઉદય પણ અનંતાનુબંધીનો બંધહેતુ થાય છે. પ્રશ્ન-દસમે ગુણઠાણે સંજવલન કષાયનો (સૂક્ષ્મલોભનો) ઉદય તો છે. છતાં બંધ નથી. તો તે તે કષાયના બંધમાં તે તે કષાયોદય બંધહેતુ છે એમ કેમ કહી શકાય! ઉત્તર–બાદર સંજવલન કષાયોદય મારા જ સંજવલન કષાયના બંધનો હેતુ છે. સૂક્ષ્મકષાયોદય બંધહેતું નથી. તે ઉદય અત્યન્ત હીન રસવાળો હોવાથી સંજવલનનો બંધહેતુ બનતો નથી. જો કે આ સૂક્ષ્મકષાયોદય જ્ઞાનાવરણીયાદિ ૧૬ પ્રકૃતિઓનો બંધહેતુ બને જ છે. પરંતુ સંજવલનકષાયનો બંધહેતુ બનતો નથી. બાકીની ૩૦ ધ્રુવબંધી પ્રકૃતિઓનો પણ બંધહેતુ કષાયોદય જ છે. પરંતુ થિણદ્વિત્રિકનો બંધહેતુ અનંતાનુબંધી કષાયોદય છે અને બાકીની ૧૪+૧૩=૨૭ નો બંધ હેતુ સં. કષાયોદય છે. તેથી તે પણ આઠમા અને દસમા ગુણસ્થાનક સુધી અવશ્ય બંધાય જ છે. માટે ધ્રુવબંધી છે. પ્રશ્ન- જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪ અને અંતરાય ૫, એમ ૧૪ પ્રકૃતિઓનો બંધ દસમા સુધી હોવાથી તેઓનો બંધહેતુ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy