________________
૪૨ ૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯પ-૯૬
આ પ્રમાણે કષાયજન્ય સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો જે છે તેમાંના એકેક અધ્યવસાયસ્થાનમાં લેશ્યાનુગત અનુભાગના અધ્યવસાય સ્થાનો અસંખ્ય અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોઇ શકે છે. કાષાયિક અધ્યવસાયસ્થાન નગરતુલ્ય છે. અને લશ્યાનુગત અધ્યવસાય સ્થાન ઉચ્ચ-નીચ પરિસ્થિતિવાળાં ઘરોની તુલ્ય છે. તેથી જેમ કોઈ નગરમાં નગર એક છે પરંતુ ઘરો ઘણાં હોય છે. તેની જેમ એક અધ્યવસાય સ્થાનમાં અસંખ્ય અસંખ્યરસબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાનો હોય છે. તેથી સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો કરતાં અનુભાગબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાનો અસંખ્યાતગુણા છે.
પ્રશ્ન - આ અલ્પબદુત્વમાં સ્થિતિસ્થાનો અને સ્થિતિસ્થાનના હેતુભૂત કષાયાદિક અધ્યવસાય સ્થાન એમ બે જુદાં કહ્યાં, જ્યારે અનુભાગબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાનો એક જ કહ્યા પરંતુ અનુભાગ બંધનાં સ્થાનો ન કહ્યાં, આમ કરવાનું કારણ શું ? અનુભાગબંધમાં કેવળ એકલા અધ્યવસાયસ્થાનો જ કેમ કહ્યા ?
ઉત્તર – અનુભાગબંધનાં સ્થાનો અને તેના હેતુભૂત અધ્યવસાય સ્થાનો સમાન જ છે. કારણ કે ચારઠાણીયો ત્રણઠાણીયો બે ઠાણીયો અને એકઠાણીયો એમ એક એક અનુભાગબંધ અસંખ્ય અસંખ્ય પ્રકારો વાળો છે. જેમ જેમ અધ્યવસાય સ્થાન બદલાય છે તેમ તેમ અનુભાગબંધ પણ બદલાય જ છે. તેથી અનુભાગબંધનાં અધ્યવસાયસ્થાનો અને અનુભાગબંધનાં સ્થાનો સમાન છે. હીનાધિક નથી. માટે તે બન્નેનું અલ્પબદુત્વ જુદું જુદું કહ્યું નથી અને સ્થિતિસ્થાનોમાં ભિન્ન ભિન્ન અધ્યવસાયો હોવા છતાં પણ કાળની મર્યાદાને આશ્રયીને સમાનસ્થિતિ બંધાય છે. તેથી ત્યાં સ્થિતિસ્થાનો કરતાં તેના હેતુભૂત અધ્યવસાય સ્થાનો અસંખ્યગુણાં કહ્યાં છે. આ પ્રમાણે સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયો કરતાં અનુભાગબંધના હેતુભૂત અધ્યવસાયસ્થાનો અસંખ્યગુણ છે. એમ નક્કી થયું. તેનાથી કર્મપ્રદેશો અનંતગુણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org