________________
ગાથા : ૯૫-૯૬
પાંચમો કર્મગ્રંથ
૪૨૧
ચિત્ર-વિચિત્ર પણ કહેવાય છે. એક જ સ્થિતિસ્થાનને ક્ષેત્રાદિને આશ્રયી કથંચિત્ ચિત્ર અને સમાન સ્થિતિને આશ્રયી થંચિ અચિત્ર માનવામાં કંઈ દોષ નથી. સ્યાદ્વાદ દૃષ્ટિએ આ તત્ત્વ વિચારવું. જુઓ કમ્મપડિ બંધનકરણ ગાથા ૮૭ની પૂજય ઉપાધ્યાયજી કૃત ટીકા.
આ પ્રમાણે સ્થિતિસ્થાનો કરતાં તેના હેતુભૂત કાષાયિક અધ્યવસાય સ્થાનો અસંખ્યાતગુણાં છે. હવે સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયસ્થાનો કરતાં પણ અનુભાગબંધના હેતુભૂત અધ્યવસાયસ્થાનો અસંખ્યગુણ છે.
અનુભાગબંધમાં હેતુભૂત અધ્યવસાયસ્થાનો સ્થિતિબંધમાં હેતુભૂત જે જે અધ્યવસાયસ્થાનો છે. તે કષાયોદયની કારણતાવાળાં છે અને અનુભાગબંધમાં હેતુભૂત જે જે અધ્યવસાય સ્થાનો છે તે વેશ્યાનુગત કષાયોદયજન્ય છે. આ પ્રમાણે સ્થિતિબંધમાં હેતુભૂત કષાયોદય અન્ય સમાન એવો એક અધ્યવસાય પણ લેશ્યાની તરતમતાના કારણે અનુભાગબંધમાં ભિન્ન-ભિન્નતા લાવનાર બને છે. તેથી વેશ્યાથી યુક્ત એવા કષાયોદયની વિવિક્ષાએ તે અધ્યવસાયો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ થાય છે. જેમ કે ૨૫ માણસો ધન કમાવાના આશયથી નગરમાં આવ્યા. દરેકે મનમાં સંકલ્પ કર્યો કે આપણે દસ લાખ રૂપીયા ભેગા કરવા છે. પરંતુ એકે મનમાં એવો સંકલ્પ કર્યો કે ધંધો કરીને મેળવવા, બીજાએ એવો સંકલ્પ કર્યો કે સટ્ટો કરીને મેળવવા, ત્રીજાએ એવો સંકલ્પ કર્યો કે જુગાર રમીને મેળવવા, ચોથાએ એવો સંકલ્પ કર્યો કે ચોરી કરીને મેળવવા. આ પ્રમાણે દસ લાખ રૂપીયા મેળવવાનો લોભ કષાય બધામાં સમાન છે. એટલે કાષાયિક અધ્યવસાયસ્થાન સમાન છે. પરંતુ તેની સફળતામાં ઉપાયભૂત લેશ્યાજન્ય અધ્યવસાયસ્થાનો ભિન્ન ભિન્ન છે. જેમ જાંબુ ખાવાના દૃષ્ટાન્તમાં સુધા મટાડવાની ઇચ્છા રૂપ લોભ સમાન છે. પરંતુ તેના ઉપાયભૂત મૂલથી વૃક્ષ છેદવું, શાખાથી છેદવું, પ્રશાખાથી છેદવું ઈત્યાદિ લેશ્યાજન્ય ભિન્ન-ભિન્નતા છે તેમ અહીં પણ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org