SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો કર્મગ્રંથ પ્રકૃતિબંધ. (૨) બંધાતા કર્મોમાં આત્માની સાથે રહેવાના કાળનું માન નક્કી થવું તે સ્થિતિબંધ. (૩) બંધાતા કર્મોમાં ફળ આપવાની શક્તિની તીવ્ર-મંદતા નક્કી થવી તે રસબંધ. અને (૪) દલસંચયના પ્રમાણનું નક્કી થવું તે પ્રદેશબંધ. આ ચારે પ્રકારના બંધનું તથા તેના સ્વામિનું વર્ણન ગાથા ૨૨થી ૯૬માં સમજાવાશે. ગાથા : ૧ (૨૧ થી ૨૪) પ્રકૃતિબંધાદિ ચાર પ્રકારના બંધના સ્વામી= बंधविह सामी य આ પદમાં લખેલ બંધ શબ્દ ડમરુકમણિના ન્યાયથી સામી શબ્દની સાથે પણ જોડવો. ઓછામાં ઓછી અને વધારેમાં વધારે પ્રકૃતિઓ કયો જીવ બાંધે? તે પ્રકૃતિબંધના સ્વામી. એવી જ રીતે વધારેમાં વધારે અને ઓછામાં ઓછી સ્થિતિ કોણ બાંધે? તે સ્થિતિબંધના સ્વામી. આ રીતે તીવ્ર-મંદરસના સ્વામી કોણ? જઘન્ય-ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી કોણ ? ઇત્યાદિ ચાર પ્રકારના સ્વામી પણ તે ગાથાઓમાં સમજાવાશે. 7 શબ્દથી ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી એમ બે દ્વારો કહેવાશે. ૯ (૨૫) ઉપશમશ્રેણી= મોહનીયકર્મની અઠ્યાવીસે કર્મપ્રકૃતિઓને ઉપશમાવવાની એટલે દબાવવાની (અર્થાત્ સત્તામાં રહેલી હોવા છતાં ઉદય-ઉદીરણાદિને અટકાવવા સ્વરૂપ ઉપશમાવવાની) જે પદ્ધતિ- નીતિરીતિ તે ઉપશમશ્રેણી. આ શ્રેણીનું વર્ણન ૯૮ મી ગાથામાં આવશે. (૨૬) ક્ષપકશ્રેણી= મોહનીયકર્મનો અને ત્યારબાદ શેષઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરવાની (એટલે ઉદયમાંથી અને સત્તામાંથી સર્વથા નિર્મૂળ કરવાની) જે પદ્ધતિ-નીતિ-રીતિ તે ક્ષપકશ્રેણિ. આ શ્રેણીનું વર્ણન ૯૯-૧૦૦ ગાથામાં આવશે. આ પ્રમાણે આ પાંચમા કર્મગ્રંથમાં કુલ-૨૬ દ્વા૨ોનું વર્ણન કરવામાં આવશે તેને અભિધેય અર્થાત્ વિષય કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy