SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો કર્મગ્રંથ ગાથા : ૧ (૧૨) અપરાવર્તમાન= જે કર્મપ્રકૃતિઓ બીજી પ્રકૃતિઓના બંધને અથવા ઉદયને અથવા બંધોદય એમ બન્નેને અટકાવ્યા વિના જ પોતાના બંધને, ઉદયને અથવા બંધોદય (એમ બન્ને)ને દેખાડે, પ્રગટ કરે તે અપરાવર્તમાન. આવી ૨૯ પ્રકૃતિઓ છે જે ગાથા ૧૮માં કહેવાશે. (૧૩ થી ૧૬) ચાર પ્રકારના વિપાકો= (૧) ભવવિપાક, (૨) ક્ષેત્રવિપાક, (૩) પુદ્ગલવિપાક, (૪) જીવવિપાક. જીવને જે પ્રકૃતિઓનો ઉદય-મુખ્યત્વે ભવને આશ્રયીને, ક્ષેત્રને આશ્રયીને અથવા શરીરપણે પરિણામ પામેલા પુદ્ગલને આશ્રયીને થાય તે અનુક્રમે ભવવિપાક, ક્ષેત્રવિપાક અને પુદ્ગલ-વિપાક કહેવાય છે. અવક્ષેત્રપુતિનિશ્ચિતત્વેન વિપાશે વાતો તા: એવો અર્થ કરવો. તે તે વિપાકવાળી પ્રકૃતિઓને વિવિપાકી, ક્ષેત્રવિપાકી અને પુદ્ગલવિપાકી પણ કહેવાય છે. જે પ્રકૃતિઓનો ઉદય મુખ્યત્વે પોતપોતાના ભવને આશ્રયીને થાય છે. એવાં ૪ આયુષ્ય એ ભવવિપાકી કહેવાય છે. જે પ્રકૃતિઓનો ઉદય મુખ્યત્વે વિગ્રહગતિરૂપ ક્ષેત્રને આશ્રયીને જ થાય છે. તે ચાર આનુપૂર્વી ક્ષેત્રવિપાકી કહેવાય છે. એવી જ રીતે ઔદારિકાદિશરીર રૂપે પરિણામ પામેલા પુદ્ગલને આશ્રયીને મુખ્યત્વે વિપાક બતાવનારી શરીર નામકર્મ આદિ ૩૬ પ્રકૃતિઓ પુદ્ગલવિપાકી છે. આ વિષય ગાથા ૧૯-૨૦-૨૧માં આવશે. જે પ્રકૃતિઓ સીધેસીધું પોતાનું ફળ (વિપાક) જીવને બતાવે તે જીવવિપાકી કહેવાય છે. આવી ૭૮ પ્રકૃતિઓ છે જે ગાથા ૨૦મીમાં આવશે. અહીં જો કે સર્વે કર્મો પોતાનો વિપાક જીવને જ આપે છે. પરંતુ વિપાક આપવામાં ભવ-ક્ષેત્ર અને શારીરિક પુદ્ગલોની નિમિત્તરૂપે પ્રધાનતા ગણીને તે તે વિપાકી કહી છે. (૧૭ થી ૨૦) ચારપ્રકારના બંધ= પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ, (૧) બંધાતા કર્મોમાં સ્વભાવનું નક્કી થવું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy