________________
૩૫૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૪
(૨) ગુણશ્રેણીનો કાળ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ બે કરણોના બે અન્તર્મુહૂર્તથી કંઈક અધિક હોય છે.
(૩) સ્થિતિના અગ્રિમભાગથી ઉતારેલું દલિક ઉદયવતી પ્રકૃતિઓનું ઉદયસમયથી અને અનુદયવતી પ્રકૃતિઓનું દલિક ઉદયાવલિકા પ્રમાણ સ્થિતિને ત્યજીને ક્રમસર અસંખ્યાતગુણાકારે ગોઠવાય છે.
(૪) દરેક ગુણશ્રેણીઓ અપૂર્વકરણથી જ શરૂ થાય છે. યથાપ્રવૃત્તકરણમાં ગુણશ્રેણીઓનો પ્રારંભ થતો નથી.
(૫) પ્રથમ સમયે ઉતારેલાં દલિકોનો બે અંતર્મુહૂર્તથી કંઇક અધિક સ્થાનોમાં દલિક નિક્ષેપ અસંખ્યાત ગુણાકાર કરે છે. ત્યારબાદ બીજા-ત્રીજા અને ચોથા સમયથી એ જ શેષ રહેલાં સ્થાનોમાં દલિક નિક્ષેપ કરે છે. સાતમી ગુણશ્રેણીમાં અવસ્થિત પરિણામ હોવાથી કંઈક વિશેષતા છે.
(૬) ગુણશ્રેણીથી ગોઠવેલાં કર્મોનો જે નાશ કરે છે તેને નિર્જરા કહેવાય છે.
(૭) અયોગી ગુણઠાણે યોગ ન હોવાથી સ્થિતિઘાતાદિ કાર્ય થતાં નથી. કારણ કે પૂર્વકાળમાં સર્વ અપવર્તના વડે સ્થિતિને અપવર્તાવીને ચૌદમા ગુણસ્થાનકના કાલ પ્રમાણ જ સ્થિતિ કરેલ છે.
પૂર્વની ૮૩મી ગાથામાં ૧૧ ગુણશ્રેણીઓમાં વર્તતા જીવો ક્રમશઃ અસંખ્યગુણ નિર્જરાવાળા છે. એમ કહ્યું છે. આવા પ્રકારના ગુણોની પ્રાપ્તિ તે ગુણસ્થાનક કહેવાય છે. તેવાં ગુણસ્થાનકો શાસ્ત્રોમાં ૧૪ કહ્યાં છે. આવા પ્રકારનાં આ ૧૪ ગુણસ્થાનકો એકવાર જીવને પ્રાપ્ત થયા પછી ફરીથી કાળાન્તરે કેટલો કાળ ગયે છતે પ્રાપ્ત થાય ? તે જણાવવા માટે પ્રસંગવશ ૧૪ ગુણસ્થાનકોનું જઘન્ય ઉત્કૃષ્ટ અંતર હવે જણાવે છે. '૮૨-૮૩ पलियासंखंसमुह सासणइयरगुण अंतरं हस्सं। गुरु मिच्छि बे छसट्ठी, इयरगुणे पुग्गलद्धंतो ॥ ८४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org