________________
ગાથા : ૮૨-૮૩
પાંચમો કર્મગ્રંથ
૩૫૭
૧૦. સયોગીકેવલી ગુણશ્રેણી આ ગુણશ્રેણી વેદનીય, નામ અને ગોત્રકર્મ સંબંધી હોય છે. અહીં ૧ થી ૧૦ ગુણશ્રેણીઓમાં બે પ્રક્રિયાઓ હોય છે. (૧) સ્થિતિઘાતાદિ દ્વારા સત્તાગતસ્થિતિના અગ્રિમભાગથી દલિકોને ઉતારીને ઉદયસમયથી ક્રમશઃ અસંખ્યાતગુણાકારે દલિકપ્રક્ષેપ કરવો અર્થાત્ દલરચના કરવી તે. અને (૨) ઉદયસમયથી અસંખ્યાતગુણાકારે ગોઠવેલાં તે કર્મદલિકોની નિર્જરા કરવી તે. આ ૧થી ૧૦ ગુણશ્રેણીઓ સયોગી જીવોમાં હોય છે. તેથી તેમાં ઉપરોક્ત બન્ને પ્રક્રિયાઓ હોય છે. ૮૩મી ગાથામાં ગુણશ્રેણીની આ જ વ્યાખ્યા સમજાવી છે કે સ્થિતિના અગ્રિમભાગથી લાવેલા કર્મદલિકોની ઉદયસમયથી ક્રમશઃ અસંખ્યાતગુણાકારે જે દલરચના કરવી અને તેનો ક્ષય કરવા રૂપ નિર્જરા કરવી તે ગુણશ્રેણી કહેવાય છે.
પરંતુ હવે કહેવાતી અન્તિમ અગિયારમી ગુણશ્રેણી યોગરહિત એવા કેવલી ભગવંતોને હોય છે. તેથી ઉપરથી દલિકોને ઉતારવા. સ્થિતિઘાતાદિ કરવા અને ક્રમશઃ અસંખ્યાતગુણાકારે દલપ્રક્ષેપ કરવો તે પ્રથમ પ્રક્રિયા હોતી નથી. માત્ર ગોઠવાયેલા કર્મદલિકોની નિર્જરા કરવા રૂપ બીજી પ્રક્રિયા વાળી જ અગિયારમી ગુણશ્રેણી હોય છે.
૧૧ અયોગી કેવલીની ગુણશ્રેણી અહીં સ્થિતિના અગ્રિમભાગથી દલિકોને ઉતારીને પ્રદેશોની રચના કરવા રૂપ ગુણશ્રેણી હોતી નથી. પરંતુ ક્રમશઃ અસંખ્યાતગુણ અધિક અધિકપણે જે કર્મદલિકો પૂર્વની ગુણશ્રેણીઓથી ઉતારીને ગોઠવાયાં છે તે કર્મદલિકોની નિર્જરા કરવા રૂપ આ છેલ્લી ગુણશ્રેણી હોય છે. આ પ્રમાણે ૧૧ ગુણશ્રેણીઓનું વર્ણન સમજાવ્યું. u૮૨-૮૩
૧૧ ગુણશ્રેણીઓનો સાર (૧) સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ આદિ ગુણો પ્રાપ્ત કરતી વેળાએ ગુણો પ્રાપ્ત કર્યા પૂર્વે અને પ્રાપ્ત કર્યા પછી ગુણશ્રેણી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org