________________
૩પર
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૨-૮૩
ગણાવેલા અને ઉત્તરોત્તર ચઢીયાતા સમ્યક્તાદિ ૧૧ ગુણો છે, તે ગુણોને પ્રાપ્ત કરવા માટે તેની અપ્રાપ્તિવાળા નિકટના પૂર્વકાળમાં તથા ઉત્તરકાળમાં રહેલા જીવો આ ગુણશ્રેણી કરે છે.
આ અગિયારે ગુણશ્રેણી કરનારા જીવોમાં પછી પછીની ગુણશ્રેણીવાળા જીવો વધારે વધારે નિર્મળ અધ્યવસાયવાળા હોવાથી અને ઉપરિવર્તી ગુણસ્થાનકવાળા હોવાથી અલ્પ અલ્પ કાળમાં અધિક અધિક કર્મદલિકોની નિર્જરા (અર્થાત્ ગુણશ્રેણી) કરે છે. જેમ કે સમ્યક્ત પામનારો જીવ મિથ્યાત્વાવસ્થાવાળો હોય છે. અને દેશવિરતિ ગુણ પામનારો જીવ સમ્યક્વાવસ્થાવાળો હોય છે. તથા સર્વવિરતિ પામનારો જીવ પ્રાયઃ દેશવિરતિધર હોય છે. આ રીતે મિથ્યાત્વી કરતાં સમ્પર્વમાં અને સભ્યત્વી કરતાં દેશવિરતિધરમાં વધારે વિશુદ્ધિ અને નિર્મળતા હોવાથી પહેલી ગુણશ્રેણીવાળો જીવ મિથ્યાત્વ અવસ્થા વાળો હોવાથી ધારો કે ૧૦૦૦ એક હજાર સમયવાળા અંતર્મુહૂર્તમાં ૧OOOO૦ એક લાખ કર્મદલિકોની ગુણશ્રેણી કરીને તેને ખપાવે, તેના કરતાં દેશવિરતિ પામવાની બીજી ગુણશ્રેણી કરનારો જીવ સમ્યકત્વી હોવાથી વધારે વિશુદ્ધ પરિણામવાળો હોય છે. માટે સંખ્યાતગુણ હીન એવા અંતર્મુહૂર્ત કાળમાં અસંખ્યાત ગુણાં કર્મદલિકો એટલે ૨૦૦ બસો સમયના કાળમાં ૧ લાખને બદલે ૧૦,૦૦,૦૦૦ દસ લાખ કર્મદલિકોને ખપાવે છે. એવી રીતે સર્વવિરતિની ગુણશ્રેણિ કરનારો જીવ દેશવિરતિધર હોવાથી તે જીવ પૂર્વ ગુણશ્રેણી કરનારા જીવ કરતાં વધારે નિર્મળ છે. તેથી તેના કરતાં પણ સંખ્યાતગુણ હીન કાળમાં એટલે અસત્કલ્પનાએ ૪૦ સમયવાળા અંતર્મુહૂર્તમાં અસંખ્યાતગુણ અધિક એટલે કે ૧,૦૦,૦૦,૦૦૦ એક કરોડ કર્મદલિકો ખપાવે છે. આ પ્રમાણે અગિયારે ગુણશ્રેણીઓમાં કાળને આશ્રયી સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન પ્રમાણવાળા અંતર્મુહૂર્તમાં જ અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક એવા કર્મદલિકોને ખપાવનારી એવી આ ૧૧ ગુણશ્રેણીઓ જીવ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org