________________
ગાથા : ૭૮
પાંચમો કર્મગ્રંથ
૩૩૩
આખા સ્કંધમાં ચારે સ્પર્શી હોઈ શકે છે. તેથી અંતિમ ચાર સ્પર્શવાળા એમ મૂલગાથામાં કહ્યું છે. પ્રજ્ઞપ્તિસૂત્ર અને કર્મપ્રકૃતિ આદિના અભિપ્રાય આ કથન છે.
પરંતુ બૃહચ્છતકની ટીકામાં આ કાર્મણવર્ગણાના સ્કંધોમાં મૃદુ લઘુ એમ બે સ્પર્શી અવશ્ય નિયત હોય છે અને બાકીના બે સ્નિગ્ધઉષ્ણ, સ્નિગ્ધ-શીત, ક્ષ-ઉષ્ણ, અને રુક્ષ-શીત એમ ગમે તે આ બે મળીને કુલ ૪ સ્પર્શ હોય છે. એમ કહ્યું છે. (જુઓ આ કર્મગ્રંથની સ્વપજ્ઞ ટીકા).
(૨) થ = આ કામણવર્ગણાના સ્કંધોમાં સુરભિ-દુરભિ બન્ને ગંધ હોય છે. કારણ કે કોઈ પ્રદેશ સુરભિગંધવાળો, તો કોઈ પ્રદેશ દુરભિગંધવાળો હોવાથી સ્કંધમાં બન્ને ગંધ હોઈ શકે છે.
(૩) પંઢવન = આ કાર્મણવર્ગણાના સ્કંધો પાંચે વર્ણવાળા હોય છે. દરેક પ્રદેશોમાં જુદા જુદા વર્ણો હોવાથી સ્કંધોમાં પાંચ વર્ણો હોઇ શકે છે.
(૪) પંરણ = ગાથામાં એક વખત કહેલો વંવ શબ્દ બની સાથે જોડવાથી કાર્પણ વર્ગણાના સ્કંધો પાંચ રસવાળા પણ હોય છે. કોઈ પ્રદેશ તિક્તરસવાળો, કોઇ પ્રદેશ કટુરસવાળો, કોઈ પ્રદેશ કષાયરસવાળો એમ પાંચે રસ સંભવી શકે છે.
(૫) ધ્વનિયતUારસમણુગુત્તમ્ = સર્વજીવો કરતાં અનંતગુણા રસાવિભાગથી યુક્ત એવા પ્રદેશોવાળા આ સ્કંધો છે. જ્યારે જીવ વડે આ કાર્મણવર્ગણા ગ્રહણ કરાય છે ત્યારે તે જ સમયે ભાવિમાં જીવને ફળ આપવાની તીવ્ર મંદતાની પ્રધાનતાવાળી જે શક્તિ આ જીવ ઉત્પન્ન કરે છે તેને જ અહીં રસ કહેવાય છે. તે ફળપ્રદાનાભિમુખ્યતા વાળી શક્તિ અમાપ હોય છે. તો પણ તેનું માપ સમજાવવા જ્ઞાનીઓ આવી કલ્પના કરે છે કે ઓછામાં ઓછી શક્તિવાળા જે પ્રદેશો છે. તેમાંના કોઇપણ એક પ્રદેશમાં જે ફળપ્રદાનની આ શક્તિ છે. તેના બુદ્ધિમાત્રથી
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org