________________
૩૩૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭૮
(अन्तिमचतुःस्पर्शद्विगन्धपञ्चवर्णरसकर्मस्कन्धदलम् । सर्वजीवानन्तगुणरसमणुयुक्तमनन्तकप्रदेशम् ॥७८॥)
અંતિમ છેલ્લા, પાન=ચાર સ્પર્શ, સુiઘ=બે ગંધ, પંન્નરસં= પાંચ વર્ણોવાળું અને પાંચ રસવાળું, મવંથલ્લંક કર્મસ્કંધનું દલ, સર્વાનિયત"નરસં=સર્વજીવો કરતાં અનંતગુણા રસાવિભાગવાળું, પણુગુત્ત=પરમાણુઓથી યુક્ત, મvinયપા=અનંતપ્રદેશોવાળું. ૭૮
ગાથાર્થ-અંતિમ ચાર સ્પર્શ, બે ગંધ, પાંચવર્ણ અને પાંચ રસવાળું સર્વજીવો કરતાં અનંતગુણા રસથી સહિત એવા અણુઓથી યુક્ત, અને અનંતાપ્રદેશોવાળા કર્મસ્કંધના દલિકને (આ જીવ ગ્રહણ કરે છે.) ૭૮
વિવેચન-પ્રતિસમયે સંસારીજીવો જ્ઞાનાવરણીયાદિ સાત અથવા આઠ કર્મરૂપે જે કર્મ બાંધે છે તે કામણવર્ગણાના ગ્રહણ પ્રાયોગ્ય સ્કંધો છે. તે સ્કંધો કેવા છે? કે જેને ગ્રહણ કરીને આ જીવ તેનું કર્મરૂપે રૂપાન્તર કરે છે. આ વાત ગ્રંથકારશ્રી જુદા જુદા વિશેષણોથી સમજાવે છે.
(૧) અંતિમય૩૪ = કર્મવિપાક નામના પ્રથમ કર્મગ્રંથની ॥था ४१ फासा गुरुलहु मिउ खर सीउण्ह सिणिद्ध रुक्खट्ठा ઇત્યાદિ પદની અંદર જે આઠ સ્પર્શી ગણાવ્યા છે. તેમાં અંતિમ એટલે છેલ્લા જે ચાર સ્પર્શ (૧) શીત, (૨) ઉષ્ણ, (૩) સ્નિગ્ધ અને (૪) રુક્ષ એવા આ ચાર સ્પર્શથી યુક્ત કામણવર્ગણાના સ્કંધો આ જીવ કર્મરૂપે બાંધે છે. કર્મ સ્વરૂપે બંધાતા કાર્મણવર્ગણાના સ્કંધોમાં જોડાયેલા કોઇ પરમાણુઓ સ્નિગ્ધ-ઉષ્ણ સ્પર્શથી યુક્ત હોય, કોઈ પરમાણુઓ રુક્ષ-શીત સ્પર્શથી યુક્ત હોય, કોઈ પરમાણુઓ સ્નિગ્ધ-શીત સ્પર્શથી યુક્ત હોય અને કોઈ પરમાણુઓ રુક્ષ-ઉષ્ણ સ્પર્શથી યુક્ત હોય એમ અનંતા પરમાણુના બનેલા આ સ્કંધોમાં અવિરુદ્ધ એવા બે બે સ્પર્શોથી યુક્ત ભિન્ન-ભિન્ન પરમાણુઓ હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org