________________
ગાથા : ૭૬
પાંચમો કર્મગ્રંથ
૩૨૫
ઔદારિક શરીર જીવને જ્યારે બનાવવું હોય ત્યારે તેને યોગ્ય ઔદારિક ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા તે જીવ ગ્રહણ કરે છે. તેવી જ રીતે જ્યારે વૈક્રિય શરીર બનાવવું હોય ત્યારે વૈક્રિય ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા તે જીવ ગ્રહણ કરે છે. તીર્થકર કેવલી ભગવન્તોનાં દર્શન કરવા અથવા શાસ્ત્રસંબંધી સંદેહો પૂછવા માટે ચૌદ પૂર્વધર એવા મુનિ મહાત્માઓને
જ્યારે આહારકશરીર બનાવવું હોય ત્યારે આહારક ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા તે મહાત્મા ગ્રહણ કરે છે એવી રીતે તેજલેશ્યા અથવા શીતલેશ્યાની વિદુર્વણા કરવી હોય અથવા ખાધેલા આહારને પકાવવા તૈજસશરીરની રચના કરવી હોય ત્યારે તૈજસ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા સર્વે જીવો ગ્રહણ કરે છે. ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત જીવો ભાષાનું ઉચ્ચારણ કરવા ભાષા રૂપે રચના કરવાના પ્રયોજનથી, ભાષા-વર્ગણાનું ગ્રહણ કરી તેનું ભાષા રૂપે પરિણમન કરી અવલંબન લઈ ભાષા રૂપે ઉચ્ચારણ કરવા દ્વારા તે તે પુદ્ગલોને છોડવાનું કામ કરે છે. શ્વાસોચ્છવાસ લેવા મૂકવા માટે. શ્વાસોચ્છવાસ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા અને ચિંતન-મનનના કાર્ય માટે મનની ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા જીવ ગ્રહણ કરે છે. તથા સર્વે સંસારી જીવો પ્રતિસમયે કર્મ બાંધવા માટે કાર્મણ ગ્રહણ પ્રાયોગ્ય એવી આઠમી વર્ગણા ગ્રહણ કરે છે. અહીં હવે જે પ્રદેશ બંધ સમજાવવાનો છે. તે આ કામણ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાને ગ્રહણ કરીને કર્મરૂપે જીવ બાંધે છે તેને જ પ્રદેશબંધ કહેવાય છે. અને તે પ્રદેશબંધ જ હવે સમજાવાશે.
કાશ્મણ ગ્રહણ પ્રાયોગ્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ વર્ગણા પછી આ જ ક્રમે કાર્મણ અગ્રહણ પ્રાયોગ્ય અનંતી વર્ગણાઓ થાય છે. એમ આઠ ગ્રહણ પ્રાયોગ્ય અને આઠ અગ્રહણ પ્રાયોગ્ય કુલ ૧૬ વર્ગણાઓ જાણવી.
પ્રશ્ન - જે જે અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓ છે તે શું સદા અગ્રહણ પ્રાયોગ્ય જ રહે છે ? કે તે ક્યારેક ગ્રહણ પ્રાયોગ્ય થાય છે ? અને જો ગ્ર.પ્રા. થાય તો ક્યા કારણથી તે ગ્ર.પ્રા. બને છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org