________________
૩૨૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭૬
વૈ. અગ્ર. પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પ્રદેશ અધિક એવા અનંત સ્કંધોની બનેલી જે વર્ગણા તે આહારક શરીર પ્રાયોગ્ય જઘન્ય વર્ગણા કહેવાય છે. તેનાથી એક-બે-ત્રણ ઇત્યાદિ અધિક પ્રદેશોવાળા સ્કંધોની આહારક ગ્રહણ પ્રાયોગ્ય મધ્યમ વર્ગણા જાણવી. એમ કરતાં આહારક ગ્રહણ પ્રાયોગ્ય જઘન્ય વર્ગણાના કોઈપણ એકરૂંધવર્તી પ્રદેશ રાશિનો અનંતમો ભાગ તેમાં ઉમેરતાં જે આંક થાય તેટલા પ્રદેશોવાળા સ્કંધોની આહારક ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા થાય છે.
આહારક ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટવર્ગણાના એક સ્કંધમાં જે પ્રદેશો છે તેનાથી ૧ પ્રદેશ અધિક એવા અનંતા સ્કંધોની આહારક અગ્રહણ પ્રાયોગ્ય પ્રથમ (જઘન્ય) વર્ગણા જાણવી. ત્યારબાદ એક-બે-ત્રણ આદિ પ્રદેશો અધિક હોય તેવા સ્કંધોના સમૂહવાળી આહા. અગ્ર. પ્રાયોગ્ય એવી અનંતી મધ્યમવર્ગણા જાણવી. એમ કરતાં આહા. અગ્ર. પ્રાયોગ્ય જઘન્યવર્ગણાના કોઇપણ એક સ્કંધમાં જે પ્રદેશો છે. તેમાં અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ જેટલા આંક વડે ગુણતાં જે આંક થાય તેટલા પ્રદેશોવાળા સ્કંધોની આહારક અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણ જાણવી.
આ પ્રમાણે ક્રમશઃ તૈજસગ્રહણ પ્રાયોગ્ય, તૈજસ અગ્રહણ પ્રાયોગ્ય, ભાષા ગ્રહણ પ્રાયોગ્ય, ભાષા અગ્રહણ પ્રાયોગ્ય, શ્વાસોચ્છવાસ ગ્રહણ પ્રાયોગ્ય, શ્વાસોચ્છવાસ અગ્રહણ પ્રાયોગ્ય, મન ગ્રહણ પ્રાયોગ્ય, મન અગ્રહણ પ્રાયોગ્ય, કામણ ગ્રહણ પ્રાયોગ્ય અને કાર્પણ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા સ્વયે જાણી લેવી. આ આઠ ગ્રહણ પ્રાયોગ્ય અને આઠ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓની ઉપર ઢુવાચિત્ત અને અધુવાચિત્ત વગેરે બીજી પણ ૧૦ વર્ગણાઓ કમ્મપયડી આદિ ગ્રંથોમાં છે. પરંતુ તે વર્ગણાઓનું અહીં પ્રયોજન ન હોવાથી કર્મગ્રંથમાં તેનું વિધાન કરેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org