________________
૩૧૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭૪
રસબંધના સ્થાનથી ઉપરના ગુણસ્થાનકે જઈ અબંધક થઈને નીચે ઉતરતાં અજઘન્ય રસબંધ શરૂ કરે છે. તે કાળે અજઘન્ય રસબંધની સાદિ, જઘન્ય રસબંધનું સ્થાન તથા અબંધનું સ્થાન ન પામેલા જીવોને આ પ્રવૃતિઓ ધ્રુવબંધી હોવાથી સદા બંધાય જ છે માટે અજઘન્ય રસબંધ અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ એમ ચાર ભાંગા જાણવા.
મૂલકર્મમાં ચાર અઘાતી કર્મો અશુભ છે. અશુભ પ્રકૃતિઓનો વિશુદ્ધિ દ્વારા જઘન્ય રસબંધ થાય છે. તેથી નવમાં ગુણસ્થાનકના ચરમસમયે ક્ષપકને મોહનીયનો અને દશમાં ગુણસ્થાનકના ચરમ સમયે ક્ષપકને શેષ ત્રણ ઘાતકર્મોનો જઘન્ય રસબંધ થાય છે. તેવો જઘન્ય રસબંધ ઉપશમ શ્રેણીમાં હોતો નથી. તેથી ઉપશમશ્રેણીમાં અગિયારમે આ ચાર મૂલ ઘાતકર્મોનો સર્વથા અબંધક થઈને પડતાં દશમે તથા નવમે આવીને નવો બંધ શરૂ કરે ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, આવા પ્રકારનું જઘન્ય રસબંધનું સ્થાનક કે અબંધનું સ્થાનક ન પામેલા જીવોને આશ્રયી અજઘન્ય રસબંધ અનાદિ, અભવ્યને આશ્રયી ધ્રુવ અને ભવ્યોને આશ્રયી અદ્ભવ એમ મૂલ ચાર કર્મોનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે છે.
ગોત્રકમાં (મૂલકર્મમાં) અનુત્કૃષ્ટ અને અજઘન્ય એમ બન્ને પ્રકારના રસબંધો સાદિ અનાદિ ધ્રુવ અને અધુવ એમ ચાર ભેટવાળા હોય છે. ક્ષપકશ્રેણીમાં દશમા ગુણસ્થાનકના અન્ય સમયે (ઉચ્ચગોત્રને આશ્રયી) મૂલ એવા ગોત્રકર્મનો પુણ્ય પ્રકૃતિ હોવાથી ઉત્કૃષ્ટરસ બંધ થાય છે. તેવી વિદ્ધિ અન્યત્ર ન હોવાથી આવો ઉત્કૃષ્ટરસ બંધ ઉપશમશ્રેણી આદિ અન્યસ્થાનોમાં થતો નથી. તેથી અગિયારમા ગુણસ્થાનકે ગોત્રકર્મનો સર્વથા અબંધક થઈને પડતાં દસમા ગુણસ્થાનકે આવતાં અનુત્કૃષ્ટ રસબંધ શરૂ કરે છે. ત્યારે અનુત્કૃષ્ટ રસબંધની સાદિ, ક્ષપકશ્રેણી અને અબંધસ્થાન ન પામનારાને આશ્રયી અનુત્કૃષ્ટ રસબંધ અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ એમ મૂળ એવા ગોત્રકર્મના અનુત્કૃષ્ટ રસબંધના ચાર ભાંગા જાણવા. તથા સાતમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org