________________
ગાથા : ૭૪
પાંચમો કર્મગ્રંથ
૩૦૯
આરોહણકાળે જેટલી અને જેવી વિશુદ્ધિ હોય છે તેટલી અને તેવી વિશુદ્ધિ ન હોવાથી જે રસબંધ થાય છે. તે અનુત્કૃષ્ટ રસબંધ કહેવાય છે. તેવો અનુત્કૃષ્ટ રસબંધ અગિયારમેથી પડીને દસમે આવતાં જીવ શરૂ કરે છે. માટે તે કાળે અનુત્કૃષ્ટ રસબંધની સાદિ થાય છે. જે જીવો ક્ષપકશ્રેણીમાં દસમે અને ઉપશમશ્રેણીમાં અગિયારમે આવ્યા નથી તે જીવો ઉત્કૃષ્ટરસબંધનું સ્થાન અને રસના અબંધનું સ્થાન ન પામ્યા હોવાથી જે કોઈ પણ પ્રકારનો રસબંધ કરે છે તે અનુત્કૃષ્ટ રસબંધ છે અને તે અનાદિ છે. તથા અભવ્યને અનુત્કૃષ્ટ રસબંધ અનાદિ અનંતકાલ સુધી હોવાથી ધ્રુવ, અને ભવ્યને અનુત્કૃષ્ટ રસબંધ જ્યારે ક્ષપક શ્રેણી માંડશે ત્યારે કે ઉપશમશ્રેણી માંડશે ત્યારે અટકશે એટલે અધ્રુવ, એમ વેદનીય અને નામકર્મ આ બે મૂલકર્મોનો અનુત્કૃષ્ટ રસબંધ ચાર પ્રકારે થાય છે.
ધ્રુવબંધી ૪૭ પ્રકૃતિઓ છે. તેમાં વર્ણ ચતુષ્ક અને તૈજસચતુષ્ક એમ ૮ પુણ્યપ્રકૃતિઓ છે. બાકીની ૪૩ (અશુભવર્ણ ચતુષ્ક લેવાથી) પાપ પ્રકૃતિઓ છે તેથી વર્ણચતુષ્ક અને તેજસચતુષ્ક એમ ૮ પુણ્યપ્રકૃતિઓનો ક્ષપકશ્રેણીમાં આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના ચરમ સમયે ઉત્કૃષ્ટરસબંધ કરે છે. તેવી વિશુદ્ધિ અન્યત્ર ન હોવાથી ઉપશમશ્રેણીમાં અબંધક થઈને નીચે ઉતરતાં આઠમાના છઠ્ઠા ભાગથી જ્યારે બંધ શરૂ કરે ત્યારે અનુત્કૃષ્ટરસબંધની સાદિ, ઉત્કૃષ્ટરસબંધનું સ્થાન અને અબંધનું સ્થાન ન પામેલા જીવોને આશ્રયી અનુત્કૃષ્ટ રસબંધ અનાદિ, અભવ્યને આશ્રયી ધ્રુવ અને ભવ્યને આશ્રયી અધુવ એમ આ આઠ ઉત્તર પ્રવૃતિઓનો અનુત્કૃષ્ટરસબંધ ચાર પ્રકારે જાણવો.
શેષ ધ્રુવબંધી ૪૩ અશુભ પ્રકૃતિઓ હોવાથી પૂર્વે જઘન્ય રસબંધના સ્વામી જણાવ્યા છે તે પ્રમાણે પોતપોતાના બંધવ્યવચ્છેદ સમયે અતિશય વિશુદ્ધિ હોવાથી જઘન્ય રસબંધ થાય છે. તેવી વિશુદ્ધિ અન્યત્ર ન હોવાથી તેવો જઘન્ય રસબંધ અન્ય સ્થાને ક્યાંય સંભવતો નથી. તેથી જઘન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org