________________
ગાથા : ૭૩
પાંચમો કર્મગ્રંથ
૩૦૫
સાગરોપમ સુધી પરાવર્તે બાંધે છે. કુન્જ સંસ્થાન અને અર્ધનારા સંઘયણની સાથે અંતઃકોડાકોડીથી ૧૬ કોડાકોડી સાગરોપમ સુધી પરાવર્તે બાંધે છે. એવી જ રીતે આ હુડકસંસ્થાન અને સેવાર્ય સંઘયણને સાદિસંસ્થાન અને નારાચસંઘયણની સાથે અંતઃકોડાકોડીથી ૧૪ કોડાકોડી સાગરોપમની સ્થિતિ સુધી, તથા ન્યગ્રોધસંસ્થાન અને ઋષભનારાચસંઘયણની સાથે ૧૨ કોડાકોડી સાગરોપમની સ્થિતિ સુધી, અને સમચતુરસસંસ્થાન તથા વજઋષભનારાચ સંઘયણની સાથે ૧૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ સુધી પરાવર્તે પરાવર્તે બાંધે છે. ત્યારે તે જીવો સર્વત્ર છટ્ટા સંસ્થાનના અને છઠ્ઠા સંઘયણના જઘન્ય રસબંધના સ્વામી થાય છે.
એવી જ રીતે બાકીનાં પાંચ સંસ્થાન અને પાંચ સંઘયણોની પણ પરસ્પર અન્ય અન્ય સંસ્થાન અને સંઘયણની સાથે યથાયોગ્ય સંભવતી પરાવર્તમાન સ્થિતિને બાંધતા જીવો પરાવર્તમાન સ્થિતિના સર્વ સ્થિતિસ્થાનોમાં વર્તતા જઘન્ય રસબંધ કરે છે. તેથી ત્યાં ત્યાં સ્વામી જાણવા.
અશુભ વિહાયોગતિ દુર્ભગ, દુઃસ્વર, અને અનાદેય આ ચાર પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ જો કે ૨૦ કોડાકોડી સાગરોપમ સુધી બંધાય છે. પરંતુ પોતાની પ્રતિપક્ષી શુભ પ્રકૃતિઓની સ્થિતિ ૧૦ કોડાકોડી સાગરોપમ જ છે તેથી પરાવૃત્તિ ૧૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ સુધી જ મળે છે. તેથી અંત:કોડાકોડીથી પ્રતિપક્ષી એવી શુભ વિહાયોગતિ આદિની સંભવતી ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિમાંથી કોઇપણ સ્થિતિસ્થાનોને પરાવર્તપણે બાંધતા સ્વામી જાણવા. આ પ્રમાણે ૨+૦+૧૦+૪ કુલ ૨૩ ના સ્વામી સમજાવ્યા. આ ગાળામાં પ્રથમ ૧૫ના, પછી ૨ ના અને ત્યારબાદ આ ૨૩ના એમ કુલ ૪૦ પ્રકૃતિઓના જઘન્ય રસબંધના સ્વામી કહ્યા. જઘન્ય રસબંધનું સ્વામિત્વ અહીં સમાપ્ત થયું ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org