________________
૩૦૪
પાંચમા કર્મગ્રંથ
ગાથા : ૭૩
મનુષ્યદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિત (સાતાની જેમ) ૧૫ કોડાકોડી સાગરોપમની છે. અને તેની સામે પ્રતિપક્ષી પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ (સંજ્ઞી પંચેન્દ્રિયને યોગ્ય) અંત:કોડાકોડી છે. એટલે ૧૫ કોડાકોડી સાગરોપમની સ્થિતિથી અંત:કોડાકોડી સાગરોપમ સુધીની સ્થિતિવાળાં મનુષ્યદ્ધિક, તિર્યંચદ્ધિક, નરકદ્ધિક અને (અંત:કોડાકોડીથી ૧૦ કોડાકોડી સુધીની સ્થિતિવાળું) દેવદ્ધિક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરાવર્તમાન પરિણામે બાંધતાં મનુષ્યદ્ધિકનો જઘન્ય રસબંધ કરે છે.
એવી જ રીતે પ્રશસ્તવિહાયોગતિ, સૌભાગ્ય, સુસ્વર, આદેય, ઉચ્ચગોત્ર, વજઋષભનારાચસંઘયણ, સમચતુરઅસંસ્થાન એમ ૭ પ્રકૃતિઓની પોતપોતાની ૧૦કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી તેની પ્રતિપક્ષી અશુભ પ્રકૃતિઓના અંત:કોડાકોડીપ્રમાણ જઘન્યસ્થિતિબંધ સુધીનાં સ્થિતિસ્થાનો બાંધતાં બાંધતાં પરાવર્તમાન મધ્યમ પરિણામી જીવો શુભ એવી આ સાત પ્રકૃતિઓમાં જઘન્ય રસબંધના સ્વામી જાણવા.
હુડકસંસ્થાન અને સેવાર્તસંઘયણ આદિ પાંચ સંસ્થાન અને પાંચ સંઘયણના જઘન્ય રસબંધના સ્વામી ઉપર સમજાવ્યા પ્રમાણે સમજી લેવા. તે આ પ્રમાણે
હુંડક સંસ્થાન અને સેવાર્ત સંઘયણની ઉત્કૃષ્ટસ્થિતિ જો કે ૨૦ કોડાકોડી સાગરોપમ છે. પરંતુ અન્ય સંસ્થાન અને અન્ય સંઘયણોની સાથે પરાવર્ત પરાવર્તે બંધાય એવી સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમથી પ્રારંભીને ૧૮ કોડાકોડી સાગરોપમ સુધીની જ છે. તેથી તેવી અન્ય સંઘયણસંસ્થાનોની સાથે પરાવર્તમાનપણે સંભવતી સ્થિતિને બાંધતો સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મિથ્યાદષ્ટિ જીવ સ્વામી જાણવો. આ હુડકસંસ્થાન અને સેવાસંઘયણને વામન સંસ્થાન અને કીલિકાસંઘયણની સાથે ૧૮ કોડાકોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org