________________
પાંચમો કર્મગ્રંથ
ઉત્તર ઃ સૌધર્મ દેવલોકની લગભગ સમશ્રેણીમાં ઈશાન દેવલોક આવેલો છે. દક્ષિણ-ઉત્તર દિશા ગત હોવાથી સમશ્રેણી છે. તેથી સૌધર્મ લખવાથી ઇશાન પણ સમજી લેવો. આ બન્ને દેવલોકો ઉપરાઉપર નથી. જો ઉપરાઉપર હોત તો પહેલા કરતાં બીજાની વિશુદ્ધિ ત્રીજા આદિ દેવલોકોની જેમ વધારે થવાથી એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ જ ન થાત. પરંતુ એમ નથી માટે સમશ્રેણીના કારણે સૌધર્મના વિધાનથી ઈશાન પણ સમજી લેવા. સ્વોપજ્ઞ ટીકામાં કહ્યું છે કે- દ વ સૌધર્મપ્રહોન સમળિવ્યવસ્થિતत्वादीशानोऽपि गृह्यते ।
૨૯૮
सुधर्मा नाम सभा विद्यते यत्र स सौधर्मः સુધર્મા નામની સભા છે વિદ્યમાન જ્યાં તે સૌધર્મ દેવલોક કહેવાય છે. અહીં જ્યોત્સનારિયોડર્ (૭-૨-૩૪) સૂત્રથી અદ્ પ્રત્યય થઇ પ્રથમ સ્વરની વૃદ્ધિ થયેલી છે. આ રીતે સૌધર્મ શબ્દ બનેલ છે.
Jain Education International
ગાથા : ૭૨
=
સાતા, સ્થિર, શુભ અને યશ તથા તેની પ્રતિપક્ષી અસાતા, અસ્થિર, અશુભ અને અપયશ એમ આઠે પ્રકૃતિઓના જઘન્ય રસબંધના સ્વામી સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ જીવો જાણવા. આ આઠમાં પ્રથમની ચાર પ્રકૃતિઓ પુણ્યપ્રકૃતિઓ છે. તેનો જઘન્ય રસ સંક્લિષ્ટતાથી બંધાય છે. પરંતુ અતિશય સંક્લિષ્ટ હોય તો આ પુણ્યપ્રકૃતિઓ ન બાંધતાં તે જીવ તેની પ્રતિપક્ષી પાપપ્રકૃતિઓ બાંધે છે. અને જો સંક્લિષ્ટ પરિણામી ન હોય તો જઘન્ય રસબંધ ન થાય. તેવી જ રીતે પ્રતિપક્ષી એવી અસાતા આદિ ચાર પાપપ્રકૃતિઓ છે. તેનો જધન્ય રસબંધ અતિશય વિશુદ્ધિથી થાય છે. પરંતુ અતિશય વિશુદ્ધિ આવે તો આ પાપ પ્રકૃતિઓ બંધાય જ નહીં પરંતુ તેની પ્રતિપક્ષી પુણ્યપ્રકૃતિઓ જ બંધાય. અને જો વિશુદ્ધિ ન લઇએ તો પાપ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ ન થાય. આ રીતે અતિશય વિશુદ્ધિમાં કે અતિશય સંક્લિષ્ટતામાં આ ચારે પુણ્યપ્રકૃતિઓનો અને આ ચારે પાપ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ સંભવતો નથી. તેથી પરાવર્તમાન મધ્યમ પરિણામે આઠે પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org