________________
ગાથા : ૭ર
પાંચમો કર્મગ્રંથ
૨૯૭
પંચેન્દ્રિય જાતિ અને ત્રસનામકર્મ બાંધે, ત્યારબાદ ત્રીજા અંતર્મુહૂર્ત એકેન્દ્રિય જાતિ અને સ્થાવરનામકર્મ બાંધે. એમ એક-એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરાવર્તે પરાવર્તે એકેન્દ્રિય જાતિ અને સ્થાવર નામકર્મ બાંધતા હોય ત્યારે આવા પ્રકારના પરાવર્તમાન એવા મધ્યમપરિણામે આ બન્ને પ્રકૃતિઓનો જઘન્યરસ બંધ થાય છે. જો અવસ્થિત પરિણામ હોય તો સંક્લિષ્ટતાએ નરકમાયોગ્ય બંધ થાય. અથવા કદાચ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ થાય તો પણ ઉત્કૃષ્ટ અથવા મધ્યમરસ બંધાય. પણ જઘન્યરસ ન બંધાય. અને વિશુદ્ધિએ દેવપ્રાયોગ્ય અથવા મનુષ્ય પ્રાયોગ્ય બંધ થાય
જ્યાં આ બે પ્રકૃતિઓ બંધાતી નથી. તેથી અવસ્થિત પરિણામ ન લેતાં પરાવર્તમાન મધ્યમ પરિણામવાળા તસ્રાયોગ્ય વિશુદ્ધિયુક્ત એવા (નરક વિનાની) શેષ ત્રણગતિવાળા જીવો સ્વામી જાણવા.
આપ નામકર્મના સૌધર્મ અને ઈશાન દેવલોક સુધીના દેવો અતિશય સંક્લિષ્ટ હોય ત્યારે જઘન્યરસબંધના સ્વામી જાણવા. મનુષ્ય તિર્યંચો જો અતિશય સંક્લિષ્ટ હોય તો એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ઓળંગીને નરકમાયોગ્ય બંધ કરે છે. અને સાત નારકી તથા ઈશાન ઉપરના દેવો ભવપ્રત્યયથી જ એકેન્દ્રિયપ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી શેષ સર્વને છોડીને ઇશાનાન્ત દેવો કહ્યા છે. તેથી ભવનપતિથી માંડીને ઇશાન સુધીના દેવો અતિશય સંક્લિષ્ટ હોય ત્યારે સ્વામી જાણવા. આ પુણ્ય પ્રકૃતિ છે. તેથી જઘન્ય રસબંધ સંક્લિષ્ટતાથી જ થાય છે. અને ઈશાનાન્ત દેવોને ગમે તેટલી સંક્લિષ્ટતા આવે તો પણ અત્તે એકેન્દ્રિય પ્રાયોગ્ય જ બંધ થાય છે. તેથી તે જીવો સ્વામી કહ્યા છે.
પ્રશ્ન : મૂળગાથામાં “માસુદન" સૌધર્મ દેવલોક સુધીના દેવો લેવાનું કહ્યું છે અને તમે ઈશાન સુધીના દેવો સમજાવો છો તે કેમ ઘટે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org